ગુજરાતમાં બુધવારની સાંજથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૩ તાલુકમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે વડગામના સકલાણા ગામમાં કણ ઘટના બની છે. જેમાં ખેતરમાં વીજ વાયર પડતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે. હાલ બંન્નેના મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. આ સમાચાર મળતાની સાથે પરિવાર અને આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી પ્રમાણે, પિતા પુત્ર બુધવારે રાત્રિ દરમિયાન ટુ વ્હીલર પર ખેતરમાં જઈ રહૃાા હતા તે સમયે આ ગોઝારી ઘટના બની છે. ખેતરમાં વીજ વાયર તેમની પર પડતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે. ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યાં હતા. પિતા અને પુત્રના મોત નીપજવાને કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પિતા પુત્રના મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે વડગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પિતા-પુત્રના નિધનથી સકલાણા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઈંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઈંચ) વરસાદૃ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદૃ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ પડ્યો છે.મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્ર્વરમાં ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) અને કપડવંજમાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી ૧ ઈંચ વરસાદ રહૃાો છે. દૃેસર તાલુકામાં ૫૩ મીમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો છે.
પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી (૨.૦૫ ઈંચ) અને જાંબુઘોડામાં ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં ૨૮ મીમી વરસાદૃ નોંધાયો છે. આ સાથે છોટાઉદૃેપુરના કદવાલમાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદૃ સાથે નોંધપાત્ર ભીનાશ જોવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૩ મીમી (૦.૯૧ ઈંચ), દૃાંતામાં ૮ મીમી અને અમીરગઢમાં ૭ મીમી વરસાદ થયો છે. આણંદ અને દૃાહોદના ઉમરેઠમાં ૧૯ મીમી અને દૃેવગઢબારિયામાં ૧૧ મીમી વરસાદૃ નોંધાયો છે.