ગોધરા તાલુકાના ઓરવાડા ગામ પાસે પીકઅપ ડાલામાં માટીના વાસણોની આડમાં લઈ જવાતા રૂ.૧૨.૨૮ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને એલ.સી.બી.એ ઝડપ્યો

ગોધરા તાલુકાના ઓરવાડા ગામ નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બાતમીના આધારે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન પીકઅપ ડાલા નંબર આરજે.૧૮.જીસી.૫૫૮૬ને રોકવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન માટીના વાસણોની આડમાં લઈ જવાનો વિદેશી દા‚ની પેટીઓ નંગ-૪૮ કિંમતરૂ.૧૨,૨૮,૯૯૯/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, બોલેરો પીકઅપ નંબર આરજે.૧૮.જીસી.૫૮૬માં દાહોદ તરફથી ભારતીય બનાટનો ઈંગ્લીશ દારૂ ભરીને લવાઈ રહ્યો છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે ગોધરા તાલુકાના ઓરવાડા ગામ પાસે નાકાબંધી કરી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન બાતમીવાળા પીકઅપ ડાલાને રોકવામાં આવ્યું હતું. પકઅપ ડાલામાં માટીના વાસણોની આડમાં સંતાડીને લઈ જવાતો ઈંગ્લીશ દારૂમાં રેડ લેબલ બ્લેન્ડેડ સ્ક્રોચ વિસ્કી બોટલો નંગ-૨૭૬, બેલેન્ટાઈન્સ સ્ક્રોચ વ્હીસ્કી બોટલો નંગ-૧૮૦, દેવાર્સ બ્લેન્ડેડ વ્હીસ્કી બોટલો નંગ-૬૦, જે એન્ડબી રેટ બ્લેન્ડેડ સ્ક્રોચ વ્હીસ્કી બોટલો નંગ-૨૪, જેમસન સ્ક્રોચ આઈરીસ વ્હિસ્કી બોટલો નંગ-૨૪, બ્લેક લેબલ સ્ક્રોચ વ્હીસ્કી બોટલો નંગ-૧૨ મળી કુલ બોટલો નંગ-૫૭૬ કિંમત રૂ.૧૨,૨૮,૯૯૯/- પીકઅપ ડાલા, મોબાઈલ ફોન, માટીના વાસણો બોકસ નગ-૧૫૧ કિંમત રૂ.૯૪,૩૭૫/- મળી કુલ રૂ.૧૮,૩૩,૯૯૯/-ના મુદ્દામાલ સાથે આરોપી નિર્મલ સ્વામી રહે. પુલકોટ, જી.ભિવાની, હરીયાણાને ઝડપી પાડવામાં આવ્યો હતો.