ગોધરા શહેરમાં મીઠાઈ-ફરસાણના ભાવો ઉપર નિયંત્રણ તેમજ લારીઓ ઉપર વેચાતા ખાદ્ય પદાર્થની ગુણવત્તાની તપાસ માટે શહેરના સીનીયર સીટીઝન દ્વારા ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને જીલ્લા પુરવઠાને લેખિત રજુઆત

ગોધરા શહેરમાં ચાલતી ફરસાણ-મીઠાઈની દુકાનોમાં ચાલતી ઉધાડી લુંટ તેમજ લારીઓ ઉપર વેચાતી ખાદ્ય ચીજ વસ્તુઓમાં ખાદ્ય તેલની ગુણવત્તા જળવાતી નથી. જે જાહેર નાગરિકોના આરોગ્ય માટે જોખમી છે. ત્યારે જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, પાલિકા ફ્રુડ વિભાગ તેમજ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તેમજ મીફાઈ અને ફરસાણના ભાવો નિયંત્રણમાં લેવામાં આવે તેવી શહેરના જાગૃત સીનીર સીટીઝન દ્વારા જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે.

ગોધરા શહેરમાં આવેલી મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ઊંચા ભાવ લઈને ઉધાડી લુંટ ચલાવવામાં આવે છે. કાચા માલનો ભાવનો ધટાડો થયા બાદ પણ ગ્રાહકને તેનો લાભ મળતો નથી. ગોધરા શહેરમાં ચાલતી નાસ્તાની લારીઓ ઉપર વેચાતા ખાદ્ય પદાર્થોને તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલને અવારનવાર ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થની ગુણવત્તા જળવાતી નથી. જે જાહેર નાગરિકોને સ્વાદના રસીયા હોય તેમના આરોગ્ય માટે જોખમી છે. ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં મીઠાઈ માટે વપરાતા માવા તેમજ ધી શુધ્ધતા હોય છે કે તેની ચકાસણી જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે પાલિકા ફ્રુડ વિભાગ સેમ્પલ લઈને તપાસ કરતી ન હોવાથી ફરસાણ-મીઠાઈનો ધંધો કરતા વેપારીઓ નફાની લ્હાયમાં જાહેર નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે ગોધરા શહેરના સીનીયર સીટીઝન એન.ડી. ઉપાધ્યાય દ્વારા મીઠાઈ – ફરસાણના ભાવોને નિયંત્રણ માટે જીલ્લા પુરવઠા અધિકારીને તેમજ ખાદ્ય પદાર્થની ગુણવતા અને ઉપયોગમાં લેવાતા તેલની ચકાસણી થાય તે માટે જીલ્લા ખાદ્ય અને ઔષધ વિભાગને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.