ગોધરાના બામરોલી રોડ મારૂતિ રેસીડેન્સી સહિતની સોસાયટીઓના રહિશોએ સ્ટ્રીટ લાઈટો સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા આંદોલનની ચિમકી

ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલી વિવિધ સોસાયટીઓના રહિશો દ્વારા રોડ-રસ્તા મામલે ગોધરા નગરપાલિકા પ્રમુખને ઉગ્ર રજુઆત કરી વહેલી તકે તેમની માંગ નહિ સંતોષાય તો ઉપવાસ આંદોલન પર જવાની ચિમકી ઉચ્ચારી હતી.

ગોધરા શહેરના બામરોલી સ્થિત મા‚તિ રેસીડેન્સી, ઓમ શાંતિ સોસાયટી, ગઝલ રેસીડેન્સી, દેવ રેસીડેન્સી, રોયલ રેસીડેન્સી, પદ્મનાભ સોસાયટી, ગાયત્રી સોસાયટીના રહિશોએ પાલિકા પ્રમુખને લેખિત તેમજ ‚બ‚ મળી ઉગ્ર રજુઆત કરી હતી. રહિશોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ૧૦ વર્ષથી આ સોસાયટીઓમાં રહે છે. તેમજ પાલિકાનો નિયમિત વેરો પણ ભરતા હોવા છતાં પાલિકા દ્વારા પ્રાથમિક જ‚રિયાતો પુરી પડાઈ નથી. ગત તા.૧મે-૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રીએ મંજુર કરેલ રોડ સોસાયટીઓમાં ગદુકપુર ચોકડીના મુખ્ય માર્ગની અંદરની બાજુમાં બનાવવા મંજુર કર્યો હતો. આ સોસાયટીના રસ્તાઓ માટે ગાંધીનગરથી ગ્રાન્ટ પણ ફળવાઈ છે. જેને એક વર્ષ ઉપરાંતનો સમય વિતવા છતાં હજુ સુધી કોઈ રસ્તા બનાવાયા નથી. આ તમામ સોસાયટીઓમાં ૭૦૦ થી વધુ મકાનોમાં ૫ હજાર ઉપરાંત રહિશો વસવાટ કરે છે. જેઓ છેલ્લા ૧૦ વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. આ માર્ગો બિસ્માર, કાચા, ઝાડી-ઝાંખરાવાળા અને રાત્રિના સમયમાં સ્ટ્રીટલાઈટો નહિ હોવાના કારણે સ્થાનિક રહિશો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ ઉપરાંત ચોર, તસ્કરો, ઝેરી જીવ જંતુનો શિકાર બને તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. આ મામલે ધારાસભ્ય, સાંસદ અને સંબંધિત વિભાગને લેખિત તેમજ મોૈખિક રજુઆત કરાઈ છે. આ બાબતે કોઈ કાર્યવાહી નહિ કરાય તો રહિશોએ પાલિકા કચેરી ખાતે ગાંધી ચિંઘ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.