
ગોધરામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના પૂર્વ અને પશ્ર્ચિમ વિસ્તારમાં મેગા વીજ ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન કુલ ૧૨૮૧ વીજ કનેકશનની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૭૦ જેટલા વીજ જોડાણોમાં અંદાજીત રૂ.૧.૬ કરોડની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

ગોધરા શહેર પૂર્વ વિસ્તરાના સોનીવાડ, ખાડી ફળીયા, શહેરા ભાગોળ, પટેલવાડા તેમજ પશ્ર્ચિમ વસ્તારમાં ગેની પ્લોટ, ભિલોરયા પ્લોટ, હમીરપુર રોડ, ચેતનદાસ પાટેલ, મકડી મસ્જીદ, નુસરત મસ્જીદ, અબ્દુલા મસ્જીદ, ઈમરાન મસ્જીદ , મીઠીખાન મહોલ્લા, કડીયાવાડ, શિકારી મહોલ્લા, મોહમંદ મહોલ્લા, ગૃહ્યા મહોલ્લા, ઈદગાહ મહોલ્લા, મદીના સોસાયટી, પોલનબજાર, વાલી ફળીયા ૧,૨,૩ ,સિગ્નલ ફળીયા, અલીપાર્ક, નાગા તલાવડા, ઝકરીયા સ્કુલ, જહુરપુરામાં મધ્ય ગુજરાત વીજ કં૫ની દ્વારા મેગા ડ્રાઈવ વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. એમ.જી.વી.સી.એલ.ની ૪૨ ટીમો દ્વારા સધન વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં વીજ ટીમો દ્વારા ૧૨૮૧ વીજ કનેકશનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૭૦ વીજ જોડાણમાં ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાઈ હતી. મધ્ય ગુજરાત વીજ કંપનીના ચેકીંગ દરમિયાન ગોધરાના પૂર્વ અને પશ્ર્ચિમ વિસ્તારના ૭૦ જેટલા વીજ જોડાણમાં અંદાજીત રૂ.૧ કરોડ ૬ લાખની વીજ ચોરી પકડી પાડી છે અને વીજ જોડાણમાં વીજ ચોરી અને ગેરરીતિ આચરનાર વીજ ગ્રાહકો સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમ.જી.વી.સી.એલ.ના વીજ ચેકીંગને લઈ વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.