ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ફલાય ઓવરની માંગણી ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા કરવામાં આવી હતી. જે પ્રભાના કોતરથી બસ સ્ટેન્ડ સુધીના ફલાય ઓવરબ્રિજ માટે ૪૩.૦૭ કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જેની કામગીરીનુ ટેન્ડર આશિષ બ્રિજકોન પ્રા.લિ.ને મંજુર થયુ હતુ. અને કામગીરી ૧૩ સપ્ટે.૨૦૨૩ થી શ થઈ માર્ચ-૨૦૨૫ સુધીમાં પુર્ણ કરવાની હતી. દરમિયાન ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી ભલામણના પગલે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા બ્રિજ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. જેથી હવે આ ફલાય ઓવરને બસ સ્ટેન્ડથી ભુરાવાવ રેલ્વે ઓવરબ્રિજ સુધી તથા ચર્ચ જંકશનથી સિવિલ હોસ્પિટલ સુધી લંબાવવા માટે ૩૯.૮૯ કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. સ્થાનિક પદાધિકારીઓ અને વહીવટી તંત્રના સુચન મુજબ વધારેલી લંબાઈ માટે નવેસરથી જી.એ.ડી.(જનરલ અરેજમેન્ટ ડ્રોઈંગ)તૈયાર કરાતા અગાઉની ડિઝાઈનમાં ફેરફાર થવાથી કામગીરી બાકી રાખવામાં આવી છે. હાલ ફેઝ-૧ હેઠળ માત્ર અમુલ પાર્લરથી ચર્ચ સુધીની જ કામગીરી હાથ ધરાઈ છે. ફેઝ-૧ ની સંબંધિત બચત રકમ આશરે ૨૦ કરોડ અને ફેઝ-૨ ની સૈદ્ધાંતિક મંજુર રકમ ૩૯.૮૯ કરોડ મળીને કુલ ૬૦ કરોડ ઉપલબ્ધ છે. પરંતુ સમગ્ર પ્રોજેકટ પુર્ણ કરવા માટે કુલ ૧૧૪.૫૫ કરોડની જરિયાત ઉભી થઈ છે. આથી ધટતી રકમની મંજુરી માટે વડોદરા પ્રાદેશિક કમિશનર (નગરપાલિકા)ની કચેરી દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને રિવાઈઝ્ડ સૈદ્ધાંતિક મંજુરી આપવા સત્તાવાર પત્ર લખી રજુઆત કરી છે.