ગોધરા ખાતે શ્રીમતી મ.અ.હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરાયું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તેમજ વૈદ્ય નિકુંજ મેવાડાના કુશળ માર્ગદર્શન હેઠળ આજરોજ શ્રીમતી મ.અ.હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોપટપુરા, ગોધરા દ્વારા મક્કી મસ્જિદ ખાતે નિ:શુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. સુનીતા એમ. ઠક્કર (RMO-Ayu.), ડો. યામિની બારીયા તેમજ હોસ્પિટલના નિષ્ણાત સ્ટાફ દ્વારા ઉપસ્થિત દર્દીઓની સઘન આરોગ્ય તપાસ, નિદાન, જ‚રી સારવાર અને આરોગ્યલક્ષી ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

ઋતુજન્ય રોગોના નિવારણ અને જનજાગૃતિના ભાગરૂપે કેમ્પમાં પધારેલા લાભાર્થીઓને આયુષ ઉકાળા તેમજ આર્સેનિક આલ્બમ-૩૦ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં ઉપલબ્ધ આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર, પંચકર્મ ઉપચાર સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમજ ઘરઆંગણે ઉપલબ્ધ ઔષધીય વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ વિશે સવિસ્તર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ નિ:શુલ્ક કેમ્પમાં કુલ ૧૦૨ આયુર્વેદ અને ૭૮ હોમિયોપેથીના દર્દીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ સ્વાસ્થ્ય તપાસનો લાભ લીધો હતો. આયોજન દરમિયાન ૧૮૦ લાભાર્થીઓને આયુષ ઉકાળો, ૧૦૫ લાભાર્થીઓને આર્સેનિક આલ્બમ-૩૦ તથા ૯૨ લોકોને ઈંઊઈ આરોગ્ય વિષયક સાહિત્યનું વિતરણ કરી જનજાગૃતિ કેળવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.