નારી વંદન ઉત્સવ અંતર્ગત હાલોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો : ૨૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો, ૧૧૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

પંચમહાલ જીલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગ‚પે જીલ્લા રોજગાર વિનિમય કચેરી-પંચમહાલ, જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-પંચમહાલ તેમજ એમ. એન્ડ વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલના સયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો, મહિલા કલ્યાણકારી યોજના માર્ગદર્શન સેમિનાર અને સ્વ-રોજગાર શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથ ધરાવતી અને ધોરણ ૮ પાસ, એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતી ૨૫૦થી વધુ મહિલા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રોજગાર મેળામાં પંચમહાલ જીલ્લાના અગ્રણી ઔદ્યોગિક એકમો જેવાં કે, JSW MG Motor India Pvt. Ltd. (હાલોલ), શ્રી રાજ એપરલ (ગોધરા), આર.બી. કાર્સ (ગોધરા) અને કઈંઈ (હાલોલ) દ્વારા ૨૦૦થી વધુ ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શારીરિક ચકાસણી, તબીબી પરીક્ષણ અને ઈન્ટરવ્યૂના અંતે ૧૧૮ મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જીલ્લા રોજગાર અધિકારી એમ.કે. પાલા, પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંતભાઈ રાણા અને કરિયર કાઉન્સેલર રાકેશભાઈ સેવક દ્વારા ઉપસ્થિત મહિલાઓને પી.એમ. ઈન્ટર્નશિપ સ્કીમ, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, માય ભારત એપ તેમજ રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અને ગઈજ પોર્ટલ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂ‚ં પાડવામાં આવ્યું હતું.