૫,૦૦૦ કરોડના મોટા કૌભાંડ માટે વૈદિક આયુર્વેદિક અને એક્સિસ ઇ-કોર્પોરેશન સામે કવિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એડવોકેટ મહેશ કુમાર વર્માની ફરિયાદ પર દસ લોકોનું નામ આપવામાં આવ્યું છે. તેમના પર રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
કવિનગરના એસીપી સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું હતું કે, એડવોકેટ મહેશ કુમાર વર્માના જણાવ્યા મુજબ, કંપનીઓએ ૯,૦૦૦ ની આઇડી માટે ૧,૧૦૦ ની માસિક આવક અને ઘરગથ્થુ સામાન પર ૩૩% ડિસ્કાઉન્ટનું વચન આપ્યું હતું. રોકાણકારોને શરૂઆતમાં લાભો મળ્યા, જેનાથી તેમનો વિશ્વાસ વધ્યો. પંકજ સોની સેઠે ગાઝિયાબાદમાં ઘણી બેઠકોનું આયોજન કર્યું. કંપનીઓએ વિશ્વાસ બનાવવા માટે કરિયાણાની દુકાનો પણ ખોલી.
કરિયાણાની દુકાનોના નામે રોકાણકારો સાથે લાખો રૂપિયાના કરાર કરવામાં આવ્યા. બાદમાં, કંપનીઓ ધીમે ધીમે ગાયબ થઈ ગઈ, રોકાણકારોના પૈસા ઉચાપત કરી. મહેશ વર્માનો આરોપ છે કે કંપનીઓના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, ફૈઝાન ખાન, દુબઈ ભાગી ગયા છે. તે વોટ્સએપ દ્વારા વીડિયો મોકલી રહ્યા છે, રોકાણકારોને રિફંડની ખાતરી આપી રહ્યા છે. જાકે, કંપનીએ તેની ઓનલાઈન સિસ્ટમ પણ બંધ કરી દીધી છે.
ફૈઝાન ખાન સહિત કુલ દસ લોકોની ઓળખ આ છેતરપિંડીના મુખ્ય કાવતરાખોર તરીકે કરવામાં આવી છે. ભારતભરના અનેક જિલ્લાઓમાં તેમની સામે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી મહેશ કુમાર વર્માએ વ્યÂક્તગત રીતે ૬.૫૦ લાખનું રોકાણ કર્યું હતું. તેમના ઉપરાંત, હરિસ હિતૈશીએ ૨ લાખનું રોકાણ કર્યું હતું, અને મંગેરામે ૩ લાખનું રોકાણ કર્યું હતું.
સંજય,એલઆઇસી પિલખુવા અને તેમના સ્ટાફે આશરે ૩૬ લાખનું રોકાણ કર્યું હતું. આનંદ રાણાની ટીમે આશરે ૧ કરોડનું રોકાણ કર્યું હતું. ગાઝિયાબાદ જિલ્લામાં સેંકડો લોકોએ આ કંપનીઓમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કેસની તપાસ સબ-ઇન્સ્પેક્ટર હરિઓમને સોંપવામાં આવી છે.