ગરબાડા તાલુકાના દેવધા ગામે સુરેન્દ્રનગર જિલ્લાના એક યુવકે આંગણવાડીના બાથમમાં પોતાને બંધ કરી લેતા દોડધામ મચી જવા પામી હતી. ધટનાની જાણ થતાં જનરક્ષક-૧૧૨, દાહોદ ફાયરબિગ્રેડ, અને ગરબાડા પોલીસની સંયુકત ટીમે સફળતાપુર્વક રેસ્કયુ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
૧૧ ઓગસ્ટે કંટ્રોલ મમાં કોલ મળ્યો હતો કે, દેવધા ગામની આંગણવાડીના બાથમમાં એક અજાણ્યો શખ્સ અંદરથી દરવાજો બંધ કરીને બેઠો છે. માહિતી મળતા જ કતવારા પોલીસ સ્ટેશનની જનરક્ષક-૧૧૨ ટીમ ગણતરીની મિનીટોમાં ધટના સ્થળે પહોંચી હતી. બાથમ અંદરથી બંધ હોવાથી અંદર રહેલ વ્યક્તિની સુરક્ષાને ધ્યાને રાખીને જનરક્ષકની ટીમે તાત્કાલિક દાહોદ ફાયરબિગ્રેડ અને ગરબાડા પોલીસને સ્થાન પર બોલાવી લીધી હતી. ફાયરબ્રિગેડે સમય સુચકતા અને જરી તકેદારી સાથે બાથમનો દરવાજો ખોલી અંદર રહેલા ઈસમને ઉગારી લીધો હતો. પુછપરછમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામનો ચેતનભાઈ ભુંડાભાઈ અંબારીયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ તેને આગળની કાર્યવાહી માટે ગરબાડા ૫ોલીસને સોંપવામાં આવ્યો હતો.