રેલ્વેએ દાહોદ-ઈન્દોૈર રેલ પ્રોજેકટના સોૈથી પડકારજનક ભાગ મઘ્યપ્રદેશના ધાર નજીક ટિહી આગળ બની રહેલી 2.95 કિ.મી.ટનલમાંથી 1.87 (લગભગ 63 ટકા)પુર્ણ કરી લીધુ છે. હવે ટ્રેક નાંખવાનુ કામ આ મહિને શરૂ થશે. જેના પગલે હવે રેલ્વે ટનલની અંદર આધુનિક બેલેસ્ટલેસ ટ્રેક નંખાશે.
આ સંબંધે અધિકારીઓનુ કહેવુ છે કે, ટનલ ફેબ્રુઆરી-2026 સુધીમાં પુર્ણ થશે. પુર્ણ થયા બાદ ઈન્દોૈર અને દાહોદ વચ્ચેનુ અંતર 289 કિ.મી.થી ધટીને 201 કિ.મી.થઈ જશે. હાલમાં 4 કલાક અને 25 મિનીટ લેતી આ મુસાફરીમાં હવે લગભગ 3 કલાકનો સમય લાગશે. આ રેલ્વે લાઈન 1989 એટલે રેલમંત્ર માધવસિંહ સિંધિયા વખતે મંજુર કરી હતી. પરંતુ આને જમીન પર આવતા ધણો સમય લાગ્યો હતો. 2008માં વિધિવત રીતે આ પ્રોજેકટને મંજુરી આપી હતી. આ પ્રોજેકટની ગતિ ખુબ જ ધીમી હોવાથી હવે પ્રોજેકટની લાગત 1680 કરોડ સુધી પહોંચી ગઈ છે. ઈન્દોૈર-દાહોદ રેલ ફરી યોજના અંતર્ગત 209.97 કિ.મી.ની રેલ્વે લાઈન નાંખવાની છે.