અમદાવાદથી દાહોદ જતી એસ.ટી.બસમાં યુવતી સાથે કંડકટર દ્વારા છેડછાડ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ અંગે યુવતીએ ગોધરા તાલુકા 5ોલસ મથકે ફરિયાદ નોંધાવી છે.
યુવતીના જણાવ્યા અનુસાર તે તેના માતા-પિતાની સાથે રહે છે. તથા ધરકામ કરી ગુજરાન ચલાવે છે. પોતાની મોટી બહેનના ધરે દાહોદ જવા માટે ગત તા.2 ડિસેમ્બરના રોજ તેણે સવારે અમદાવાદ-દાહોદ રૂટની એસ.ટી.બસમાં બુકિંગ કરાવ્યુ હતુ. જે બસ ગીતામંદિર ડેપોથી સવારે 9 વાગ્યે નીકળી હતી. બસ ગોધરા સ્ટેશન પર પહોંચ્યા બાદ મોટાભાગના મુસાફરો ઉતરી ગયા હતા. તે બાદ ગોધરા-દાહોદ હાઈવે પર કેવડિયા ગામ આસપાસ બપોરે કંડકટર યુવતીની બાજુની ખાલી સીટ પર આવીને બસી ગયો હતો. કંડકટરે અચાનક તેનો હાથ પકડી શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તરત જ તેનો વિરોધ કર્યો હતો. પછી કંડકટરે યુવતીનુ સરનામુ અને ફોન નંબર વિશે પુછપરછ કરી હતી. જેનાથી યુવતી વધુ ડરી ગઈ હતી. આ બનાવ પછી યુવતીએ તરત જ પોતાના દાહોદ રહેતા જીજાજીને ફોન અને વોટ્સએપ મેસેજ કરી જાણ કરીહતી. જેથી જીજાજીએ યુવતીને લાઈવ લોકેશન મોકલવાનુ કહ્યુ હતુ. તે બાદ જીજાજી તથા તેમના મિત્રો દાહોદ બસ સ્ટેશન પહેલા તળાવ પાસે યુવતીની રાહ જોઈને ઉભા રહ્યા હતા. જયાં યુવતીએ બસ ઉભી રાખવી હતી. ત્યાં પહોંચતાની સાથે જ જીજાજીએ કંડકટરને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. તેમજ યુવતી તથા તેના પરિવારજનોએ પ્રથમ દાહોદ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ ધટના સ્થળ ગોધરા તાલુકાની હદમાં હોવાથી ફરિયાદ ગોધરા પોલીસ સ્ટેશનમાં નોંધવા સુચના આપી હતી. તે બાદ યુવતી, તેના જીજાજી અને માતા-પિતા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર રહી કંડકટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.