ધોધંબા તાલુકાના દામાવાવ પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન આઈસર ટ્રક નંબર એમએચ.૧૮બીજી.૬૩૦૪ દામવાવથી સીમલીયા તરફ જતી હોય તેને રોકી હતી અને તપાસ કરતા કંતાનના કોથળાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયર મળી કુલ રૂ.૩૦,૬૩,૫૨૪/-ના દારૂ તેમજ ટ્રક, મોબાઈલ ફોન રૂ.૪૦,૭૩,૫૨૪/-ના મુદ્દામાલ બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ધોધંબા તાલુકાના દામાવાવ પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, આઈસર ટ્રક નં.એમએચ. ૧૮.બીજી.૬૩૦૪માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મનાવર (એમ.પી.) થી કુસી અલીરાજ થઈ દે.બારીયાથી રીંછવાણી થઈને સીમલીયા તરફ જવાની છે. તેવી ચોકકસ બાતમીના આધારે આઈસરને રોકી હતી. આઈસરમાં કંતાન કોથળાની આડમાં સંતાડીને લઈ જવાનો ઈંગ્લીશ દારૂ અને બીયર ટીન પેટીઓ નંગ-૩૨૫ કુલ નંગ-૧૧,૭૦૦ કિંમત રૂ.૩૦,૬૩,૫૨૪/-, મોબાઈલ ફોન, આઈસર ટ્રક, જુના કોથળા મળી કુલ રૂ.૪૦,૭૩,૫૨૪/-ના મુદ્દામાલ સાથે રાજેશ કમલ રાવત (ચૌહાણ) (રામુખેડી, તા. ખુડેલ, એમ.પી.) તથા દિલીપ કમલ રાવત (ચૌહાણ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે દામાવાવ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ નોંધાવા પામી છે.