
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ભીલોડ ગામે દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોડેલ ડે સ્કૂલ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, આંગણવાડી અને આશા વર્કર બહેનો, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
તિરંગા યાત્રા દરમિયાન સહભાગીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા. સમગ્ર ગામમાં આ યાત્રા નીકળતા વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સામાજીક અને સહકારી આગેવાન તથા પંચમહાલ જીલ્લા કિસાન મોરચાના મહામંત્રી જયપાલસિંહ રાઠોડ, ઘોઘંબા તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન કનુભાઈ ચૌહાણ, અઙખઈ ઘોઘંબાના ડિરેક્ટર કિરપાલસિંહ રાઠોડ અને કિસાન મોરચાના ઉપપ્રમુખ બલવંતસિંહ જાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભગવાનસિંહ જાદવ, હસમુખભાઈ ચૌહાણ, જેઠીસિંહ રાજપૂત, શૈલેષ પરમાર, ખુશાલભાઈ ચૌહાણ, ઉમેશભાઈ રાઠવા અને નજભાઈ રાઠવા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિને કારણે સમગ્ર ભીલોડ ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું, જેણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
