ઘોઘંબાના પાલ્લીની શાળાની ટ્રાન્સ્પોર્ટ ગાડીના ડ્રાઈવરનો વીડિયો વાયરલ

ઘોઘંબા તાલુકાના પાલ્લી(સીમલીયા)પ્રા.શાળામાં બાળકોને લાવવા-લઈ જવાના ટ્રાન્સ્પોર્ટ વાહનને લઈને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, વાહનચાલક બાળકો ભરેલા વાહનને બેદરકારી પુર્વક ચલાવી રહ્યો છે. રીલ્સ બનાવવાના ચકકરમાં ડ્રાઈવર નિયમોના ધજાગરા ઉડાવતો નજરે પડે છે. સીટ-બેલ્ટ સહિતની જ‚રી સલામતી વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળે છે. શાળાના વાહનચાલકો માટે સરકારે દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છતાં આવા બનાવો સામે આવતા પ્રશ્ર્નાર્થો સર્જાયા છે.