ઘરકંકાસમાં પતિએ મોત મીઠું કર્યું, પત્નીના પિયરની બહાર આપઘાત કરતા વિચલિત દ્રશ્યો જોવા મળ્યા

સુરતના પાલ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરી મોત વ્હાલુ કર્યું છે. પતિએ અગ્નિસ્નાન કરીને આપઘાત કર્યો હતો. ત્યારે મૃતકના પરિજનોએ પત્ની અને દૃીકરીઓ પર આરોપ લગાવ્યો છે. ૫૫ વર્ષીય આધેડે આપઘાત કરતાં પરિજનોમાં શોકની લાગણી ફરી વળી છે.

સુરતના પાલ વિસ્તારમાં સુમન મુદ્રા રેસીડેન્સીના સી બિલ્ડિંગમાં ત્રીજા માળની ઘટના છે. સુરતના પાલ સુમન આવાસની ઘટના છે. ઘર કંકાસમાં આધેડે અગ્નિ સ્નાન કરી આપઘાત કર્યો હતો. ઘર કંકાસમાં સંતોષ ડાબેલકર નામના શખ્સે પત્નીના પિયર સુમન મુદ્રા રેસીડેન્સીમાં આવીને પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કર્યો હતો.

આપઘાત સમયે વિચલિત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. સંતોષ ડાબેલકર સળગતી હાલતમાં સમગ્ર લોબીમાં દૃોડતો રહૃાો. સંતોષભાઈએ અગ્નિ સ્નાન કરી લેતા સમગ્ર લોર પર લોકો ગભરાઈ ગયા હતા. ખૂબ જ વિચલિત કરી શકે તે પ્રકારના દ્રશ્ય આ લોર પર જોવા મળ્યા હતા. સળગતી હાલતમાં આધેડ એકબીજાના ઘર તરફ દૃોડતા રહૃાા.

તો બીજી તરફ, બિલ્ડીંગના થર્ડ લોરની આખી લોબીમાં આગથી ભારે નુકસાની જોવા મળી હતી. લોકોએ ફાયર એક્ઝિિંવકની મદદથી આધેડ પર લાગેલી આગ બૂઝવી હતી.

છેલ્લા ૨૮ વર્ષથી મૃતક તેની પત્નીના ઘરે રહેતો હતો. મૃતકના બહેને પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. સંતોષ ડાબેલકર નામના ૫૩ વર્ષીય આધેડે ૨૨ ફેબ્રુઆરીએ પેટ્રોલ છાંટી જીવતા સળગવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા જ્યાં ટૂંકી સારવાર દૃરમિયાન મોત નિપજ્યું હતું.

મૃતકની બહેન સુનંદાબેન રાજપૂતે જણાવ્યું કે, સંતોષ પત્ની પાસે રૂપિયા માંગતા ઘરકંકાસ ચાલી રહૃાો હતો. પત્ની તેની બંને પુત્રી સાથે પિયર ભાઈના ઘરે રહેવા ચાલી ગઈ હતી. સંતોષ દ્વારા પત્ની પાસે રીક્ષા રીપેર માટે ૭,૦૦૦ રૂપિયા માંગવામાં આવ્યા હતા. વારંવાર રૂપિયા માંગવાથી પત્ની કંટાળી જતા પિયર ચાલી ગઈ હતી. સંતોષ પત્નીના ભાઈના ઘરે જઈ પરત આવવા આજીજી કરી હતી. પરંતું પત્ની અને પુત્રી પરત નહીં આવતા તેના ભાઈના ઘરની બહાર શરીર પર પેટ્રોલ છાટી અગ્નિ સ્નાન કર્યું હતું. પતિ સામે પત્નીએ અગાઉ પોલીસ આપઘાત કરવાની ધમકી આપતા હોવાની કમિશનરમાં અરજી પણ કરી હતી.