
દે.બારીયા શહેરમાં મુસ્લીમ સમાજમાં જન્મ પામેલ દીકરી મિસ્બાહ દિવાનએ ભારતનું રાષ્ટ્રઘ્વજ માન સન્માન સાથે લેહરાવ્યો ટાઈવાન્ડો જેવી રમતમાં નેશનલ લેવલે પદકો મેળવી અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મલેશીયા ખાતે સુર્વણ ચંદ્રક મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે તે બદલ તા.૦૯/૦૮/૨૦૨૬ના રવિવારની રાત્રે ૧૦.૦૦ કલાકે ભવ્ય સનમ્ાન પીર તસ્તગીર એકતા ટ્રસ્ટના આયોજકોના દ્વારા રાખવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ આ સન્માન કાર્યક્રમમાં તમામ વિસ્તારના વોર્ડ મેમ્બરો ઓલ પાર્ટીના હાજર રહી મિસ્બાહ દિવાનનું બુહમાન કરાયું હતું. શહેરની દીકરી પ્રત્યે સ્નેલ લાગણી સાથે ઈનામોની ધોષણા કરતા દે.બારીયા નગર પાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ એ કહ્યું ૫ થી ૭ લાખનો ખર્ચ આ દીકરીની રમત માટે ખર્ચ કરવો પડશે તો દે.બારીયાની રમતવીર માટે ખર્ચ કરતા ખચકાવીશું નહી તેમજ પીઢા અને કાપડી વિસ્તારના ધાંચી ભીમલા સમાજના દ્વારા ૧૦ અને ૨૦ હજારન ઈનામની ધોષણા કરવામાં આવી હતી.
હાજરગણ માંથી કોઈ કે, હજાર, પાંચ સોના ઈનામોની ધોષણા કરી હતી. આ રીતે શહેરની દીકરી મલેશીયા મુકામે સુર્વણ ચંદ્રક મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્યો કર્યો અને હવે ઓલમ્પીકમાં સ્થાન પ્રાપ્ત થાય તેવી સૌની શુભકામનાઓ આપી હતી. મુસ્લીમ સમાજ સ્ત્રીઓને બુરખામાં રાખે છે, તે માન્યતા હવે સમાપ્ત થઈ છે. મુસ્લીમ દીકરીઓ ભણે પણ છે અને રમતવીર પણ હાંસીલ કરવામાં આગળ આવી છે. કાવ્યમાં છે સાહસને જો પાંખ્ો મળે તો આકાશ પણ ટુંકું પડે છે. પીર એકતા ટ્રસ્ટના તમામ અશકીનની મહેનતના સાથે અને આરીફખાન પઠાણની અર્થાગ મહેનતે આ ભવ્ય સન્માન સમારંભ સફળ થવા પામ્યો હતો.