દેર આએ દુરૂસ્ત આયે મોડા મોડા પણ તાલુકા મથક ગરબાડા ને બસ સ્ટેન્ડ ની સુવિધા મળશે ગરબાડા માં ભવ્યથી અતિ ભવ્ય બસ સ્ટેશન ની કામગીરી શરૂ

બસ સ્ટેન્ડ માટે રસ્તાની કામગીરી નું ધારાસભ્યના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું .

ગરબાડા તાલુકા મથક ગરબાડા તાલુકો બન્યો. ત્યારથી બસ સ્ટેન્ડની સુવિધાથી વંચિત હતું જે સમસ્યાનો હાલ અંત આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. અન્ય કોઈ સ્થાન ઉપર બસ સ્ટેશન બનાવવા માટે જગ્યા ન મળતા અંતે રામનાથ સરોવરને અડીને સરોવરની પાસે જ રસ્તો બનાવી અને પાસે આવેલ ગ્રામ પંચાયતની જગ્યામાં નવીન ભવ્ય બસ સ્ટેન્ડ આવનાર સમયમાં બનાવવામાં આવશે. હાલ ગરબાડા ધારાસભ્ય દ્વારા બસ સ્ટેશનના રસ્તાની કામગીરીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.

ગરબાડા 133 વિધાનસભામાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા 16 કરોડથી વધુના રસ્તા ઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા માનવીને સરકારની રોડ રસ્તાની પાયાની સુવિધા મળી રહે તે માટે નવીન રસ્તા અને તૂટેલા રસ્તાના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે તારીખ 11 નાગરબાડાની વર્ષો જૂની બસ સ્ટેશનની સમસ્યા છે, તેના રસ્તાનો પણ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે નારિયેળ વધેરીને ખાતમુરત કરવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં ગરબાડામાં ભવ્યથી અતિભવ્ય બસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે. ગરબાડા ગામ તાલુકા મથક બન્યું. ત્યારથી ગરબાડાના લોકો બસ સ્ટેન્ડની સુવિધાથી વંચિત હતા. બસ સ્ટેશનની વર્ષો જૂની આ માંગણી હાલમાં સંતોષાઈ રહી છે. નવીન બસ સ્ટેશનના રસ્તા તેમજ ગરબાડા વિધાન સભા વિસ્તારના રસ્તાઓના ખાતમુહૂત કાર્યક્રમમાં ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીત રાઠોડ, ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વિશાબેન, જીલ્લા સભ્ય અર્જુનભાઈ ગારી, તાલુકા પંચાયત પ્રમુખ મયુર ભાભોર, સરપંચો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.