દાહોદની શ્રી સંતકુલા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ (રામશેરી મંડળ) નામે સિધ્ધી ઉમેરાઈ

સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતી દાહોદ ની જાણીતી સંસ્થા “શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ (રામ રોટી મંડળ)”ના નામે વધુ એક ! ગૌરવપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. મ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા આરોગ્ય ! દર્પણ’ દ્વારા દેશભર માંથી પસંદ કરાયેલા ૨૫ વિશિષ્ટ મહાનુભાવો અને સંસ્થાઓમાં દાહોદના આ ટ્રસ્ટ ની પસંદગી કરી તેમનું રાષ્ટ્રીય સ્તવિશેષ સન્માન કરવામાં આવ્યું છે.તારીખ૦૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ દિલ્હીના કોન્સ્ટિટયુશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના અતિરિક્ત સંસદ સચિવ સૌરભ તિવારી તથા ઓલ ઈન્ડિયા એક્સ એમ.પી.એસોસિએશનના સેક્રેટરી પદીપ ગાંધીના વરદહસ્તે ‘રામ રોટી મંડળ’ને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત સરકારના મંત્રી પદ યશો નાઈક તથા એમ.એસ.એમ.ઈ. મંત્રાલયના નેશનલ બોર્ડ સભ્યા રશ્મિ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દાહોદમાં માનવસેવા અને રામ રોટી દ્વારા થતા નિ:સ્વાર્થ સેવાકીય કાર્યોની ઉપસ્થિત મહાનુભાવોએ મુક્ત મને પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય સ્તરે મળેલા આ બહુમાન બદલ દાહોદના નાગરિકો અને સેવાભાવી અગ્રણીઓમાં વધર્મની લાગણી વ્યાપી ગઈ છે.