દાહોદના એમ.જી.રોડ પર આવેલા આશા મેચિંગ સેન્ટરની દુકાનમાં રેડિમેડ કપડાની ખરીદી કરી બહાર નીકળતી વૃદ્ધ મહિલાના પર્સમાંથી એક મહિલાએ સોનાના દાગીની ચોરી કરી હતી. .૧.૨૭ લાખની ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે રહેતી ૬૨ વર્ષના દક્ષાબેન રમણભાઈ ભુરાભાઈ રાઠોડ દાહોદ એમ.જી.રોડ પર આવેલા આશા મેચિંગ સેન્ટરની દુકાનમાં રેડિમેડ કપડાની ખરીદી કરવા માટે ગયા હતા. તેમણે દુકાનમાંથી ફકત ચણિયાની ખરીદી કર્યા બાદ દુકાનની બહાર નીકળતી હતી તે વખતે દુકાનની અંદર બીજી અજાણી ૪ થી ૫ બહેનો પણ ખરીદી કરવા માટે આવી હતી. તે પૈકી દક્ષાબેન રાઠોડની પાછળ જ દુકાનમાંથી બહાર આવતા બે અજાણી મહિલાઓ પૈકીની એક મહિલાએ દક્ષાબેન રાઠોડાના ખભે રાખેલા પર્સની ચેઈન ખોલી પર્સમાં મુકેલ .૧,૧૫,૦૦૦ નુ સોનાનુ મંગળસુત્ર તથા આશરે પાંચ ગ્રામ વજનની .૧૨,૦૦૦ ની સોનાની વિંટી નંગ-૧ મળી કુલ .૧,૨૭,૦૦૦ ની સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ બાબતની જાણ દક્ષાબેનને થઈ ત્યારે ધણુ મોડું થઈ ગયુ હતુ. આ સંબંધે ગરબાડા ગામના દક્ષાબેન રમણભાઈ ભુરાભાઈ રાઠોડે દાહોદ ટાઉન એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.