કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, દાહોદની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રજાજનોના પડતર પ્રશ્નોના ઝડપી અને ન્યાયી નિરાકરણ માટે માસિક સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવે છે.
ચાલુ માસમાં દર માસે યોજાતા ચોથા બુધવારે (તા. ૨૬/૦૮/૨૦૨૬) જાહેર રજા આવતી હોવાથી,ઓગસ્ટ-૨૦૨૬ માસના તાલુકા સ્વાગત અને જીલ્લા સ્વાગત કાર્યક્રમના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તાલુકા સ્વાગત કાર્યક્રમ: તા. ૨૫/૦૮/૨૦૨૬ (મંગળવાર) સવારે ૧૧:૦૦ કલાકે
જીલ્લા સ્વાગત કાર્યક્રમ: તા. ૨૫/૦૮/૨૦૨૬ (મંગળવાર) બપોરના ૦૩:૩૦ કલાકે
તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન સવારે ૧૧:૦૦ કલાકે નીચે મુજબના વર્ગ-૧ કક્ષાના અધિકારીઓ બ હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળશે:
૧. કલેક્ટર, દાહોદ, ગરબાડા, ૨. જીલ્લા વિકાસ અધિકારી, દાહોદ ,સંજેલી, ૩. પોલીસ અધિક્ષક, દાહોદ, સિંગવડ , ૪. પ્રાયોજના વહીવટદાર, દાહોદ, સુખસર, ૫. નિયામક, ડી.આર.ડી.એ., દાહોદ, ગોવિંદ ગુ લીમડી, ૬. નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, દાહોદ,દાહોદ, ૭. નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, ઝાલોદ,ઝાલોદ, ૮. નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, દેવગઢ બારીયા,ફતેપુરા, ૯. નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, લીમખેડા,લીમખેડા,૧૦. જીલ્લા પુરવઠા અધિકારી, દાહોદ, ધાનપુર,૧૧. નાયબ જીલ્લા વિકાસ અધિકારી (મહેસુલ), દાહોદ ,દેવગઢ બારીયા.
અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ: તાલુકા સ્વાગત : અરજદારે ટાઈપ કરેલી અરજીમાં પોતાનું સરનામું, ફોન નંબર અને માત્ર એક જ પ્રશ્ન દર્શાવવાનો રહેશે. આ પૂર્વે સંબંધિત કચેરીમાં ઓછામાં ઓછી ૩ વખત રજૂઆત કરેલી હોય તેની નકલો સાથે તા. ૧૦/૦૮/૨૦૨૬ સુધીમાં મામલતદાર કચેરીએ જમા કરાવવાની રહેશે.
ઓનલાઈન રજૂઆત: તાલુકા સ્વાગત માટે અરજદારો ઓનલાઈન પોર્ટલ [swagat.gujarat.gov.in](https://www.google.com/search?q=http://swagat.gujarat.gov.in)
પર પણ અરજી નોંધાવી શકશે.
મહત્વની નોંધ:કોર્ટ મેટર, નીતિવિષયક બાબતો તથા સેવા વિષયક (નોકરી સંબંધિત) પ્રશ્નો અંગેની અરજીઓ સ્વાગત કાર્યક્રમમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.