
ઇંદોર-દાહોદ રેલવે પ્રોજેક્ટ હેઠળ લાંબા સમયથી રાહ જોવાતી ટીહી ટનલનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. જેમાં લગભગ ૩ કિમી લાંબી આ ટનલમાં કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ટનલના અંદાજે ૮૦૦ મીટર વિસ્તારમાં ટ્રેક પાથરવાનું કામ પૂર્ણ થયું છે, જ્યારે બાકીના કામ પણ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.
પશ્ચિમ રેલ્વેના રતલામ મંડળના જન સંપર્ક અધિકારી મુકેશકુમારે ગઈ કાલે પોતાની એક અખબારી યાદીમાં જણાવ્યું કે, તાજેતરમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુર અને ધારના ધારાસભ્ય નીના વર્માએ તાજેતરમાં નિર્માણાધીન ટનલમાં લગભગ ૭૦ ફૂટ નીચે ઉતરીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પરીયોજનામાં કામની ગુણવત્તા અને જુલાઈ થી નવી લાઈન શ થવાની સંભાવના ટીહિ ટનલમાં ટ્રેકની સાથે સમાંતર રીતે ઇલેક્ટ્રીફિશિયન તેમજ સિગ્નલનું કામ પૂરજોશમાં ગતિ અંગે અધિકારીઓને જરી સૂચનો આપ્યા હતા. જેમાં રાજ્ય મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે આ પ્રોજેક્ટ વિસ્તારની વર્ષોથી ચાલી આવતી માંગ છે અને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવું અતિઆવશ્યક છે. જોકે અધિકારીઓ મુજબ જૂન-જુલાઈ સુધીમાં ટનલનું સંપૂર્ણ કામ પૂર્ણ થવાની શક્યતા છે, ત્યારબાદ ઇંદોરથી ધાર વચ્ચે સીધી ટ્રેન સેવા શ થઈ શકે છે. પીથમપુર થી ધાર વચ્ચે ટાવર વેગન એન્જિન દ્વારા સફળ ટ્રાયલ પણ કરવામાં આવી છે. પીએમ ગતિશક્તિમાં સામેલ આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ દાહોદ ઇન્દોર વચ્ચે ૨૦૪.૭૬ કિમી ઝાબૂઆ-ધાર વચ્ચે ભૂમિઅધિગ્રહણનું કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં, કામ શ કરવા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરાઈ.. રેલવે ટ્રેકમાં (૧૮૩ કિમી મધ્યપ્રદેશ, ૨૨ કિમી ગુજરાતમાં પાથરવામાં આવ્યું છે.આ રેલ પ્રોજેક્ટમાં ઇંદોર,ટીહી, પીથમપુર, સાગોર, ગુણાવદ, ધાર, દાહોદ સહિતના સ્ટેશન બનાવવામાં આવશે સાથે જ ઇંદોરથી ટીહી (૨૧ કિમી) સુધી કામપૂર્ણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ટીહી-ધાર વચ્ચે ૨.૯ કિમી ટનલ તૈયાર કરી દેવામાં આવી છે, સાથે ટ્રેક પાથરવાનું કામ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ જંક્શન ગણાતા ધાર રેલવે સ્ટેશન વિસતિમ ચાલી રહ્યું છે.
નોંધનીય બાબત છે કે, ઈન્દોર-દાહોદ રેલ પ્રોજેક્ટની સાથે વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર થઈને ધાર સુધીની નવી રેલ લાઈન નાખવામાં આવી છે. આ બંને રેલ લાઈન ધારમાં આવીને મરજી થઈ જશે. ઉલ્લેખનીય બાબત છે કે, આ રેલ લાઈન શ થતા ઇંદોર અને દાહોદ વચ્ચેનું કનેક્ટિવિટી મજબૂત બનશે. સાથે જ વેપાર, ઉદ્યોગ અને રોજગારીના નવા અવસર ઊભા થશે. મહત્વની વાત એ છે કે, આ લાઇન શ થયા બાદ ઇંદોર થી મુંબઈ વચ્ચેનું અંતર લગભગ ૫૫ કિમી ઓછું થશે, જે સમય અને ખર્ચ બંનેમાં બચત લાવશે. સાથે જ આ પ્રોજેક્ટ માલવા-નિમાડ વિસ્તાર માટે ગેમ ચેન્જર સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી.