
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિધાલય ગુજરાત ઝોનની ઈશ્ર્વરીય સેવાઓની ૬૦ વર્ષની સફળ યાત્રા નિમિતે ‘હીરક જયંતિ’ના ઉપ્લક્ષમાં તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ રવિવારે સાંજે ૪ વાગે અમદાવાદમાં ગુજરાત યુનિવસટીના મેદાન ખાતે ભવ્યાતિભવ્ય “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”નું આયોજન કરવામાં આવેલ છે.
વર્તમાન સમયે દરેક વ્યક્તિના જીવનમાં શાંતિની પુકાર છે અને આજે માનવ મન શાંતિ ઈચ્છે છે, ત્યારે મૂલ્યોથી મૂલ્યવાન જીવન બનાવવાના એક સુંદર અભિગમ સાથે “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ” યોજાઇ રહ્યો છે, તેમ ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજ્યોગીની ભારતીદીદીએ જણાવ્યું છે.
વિશ્ર્વ યોગ દિવસે આયોજિત આ સમારોહ બ્રહ્માકુમારીઝ મુખ્યાલય માઉન્ટ આબુના સહ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની જયંતીદીદીની અયક્ષતામાં યોજાશે. સમારોહનું મુખ્ય મહેમાન પદ શ્રીમતી ડૉ. નીરજા ગુપ્તા, કુલપતિ ગુજરાત યુનિવસટી તથા અતિથિ વિશેષ પદ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્ર્નર જી.એસ.મલિક શોભાવશે.
ગરવી ગુજરાતમાં બ્રહ્માકુમારીઝની ઈશ્ર્વરીય સેવાઓની ૬૦ વર્ષની સફળ યાત્રા નિમિતે આયોજિત ‘હીરક જયંતી સમારોહ’ના મુખ્ય આકર્ષણો
૧. વિશ્ર્વ યાન દિવસે વૈશ્ર્વિક શાંતિ માટે ૬૦,૦૦૦ થી વધુ શ્ર્વેત વધારી રાજયોગી બ્રહ્માકુમારી ભાઈ બહેનો શાંતિદૂત બની, શાંતિના એક જ લક્ષ્ય પર, એક સાથે, એક સ્થાને, આબેહૂબ રંગોના પ્રકાશમય દિવ્ય વાતાવરણમાં સામૂહિક મેડિટેશન કરશે.
૨. સાત વિવિધ મૂલ્યો આધારિત સપ્તરંગી થીમ સાથે ગીત, સંગીત, કલા અને સંસ્કૃતિના અનોખા સંગમ સાથે ૧૦૦ થી વધુ કલાકારો આયાત્મિક કલાકૃતિઓ રજૂ થશે.
૩. ૬૦ તપસ્વી રાજ્યોગીની બ્રહ્માકુમારી બહેનો પવિત્રતાના સૂચક કમળ આસન પર બેસીને યાન કરશે.
૪. પ્રતિષ્ઠિત મહાનુભાવોના શુભેચ્છા વિડિઓ સંદેશ તથા બ્રહ્માકુમારીઝ ગુજરાતની ઈશ્ર્વરીય સેવાઓની ઝલક પણ રજૂ કરવામાં રહેશે.
આપ આપના સ્થાને રહી જીવંત પ્રસારણ નિહાળતા, મનથી આ સમૂહ મેડિટેશનમાં જોડાઈ શાંતિની અંજલિ મેળવી શકો છો. ઘર, પરિવાર, સમાજ, દેશ અને વિશ્ર્વ શાંતિ માટે સહભાગી બનવા આપનું સહૃદય આહવાન કરીએ છીએ.