બોડેલીમાં પાંચ દિવસથી વરસાદ:ખેડૂતોમાં આનંદ, ખેતીને રાહત મળી

બોડેલી સહિત છોટાઉદેપુર જીલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ પાંચ દિવસના વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ખેતી માટે અનુકૂળ વરસાદ થતાં ખેડૂતોને મોટી રાહત મળી છે.