ભાવનગર: કોળી સમાજની ‘ન્યાય સભાના પોસ્ટર ફાડવા મામલે બે સામે પોલીસ ફરીયાદ

ભાવનગર શહેરના અક્ષરપાર્કમાં નવનીતભાઈ બાલધીયા બનાવમાં સમાજનો આભાર માબાવ માટે યોજાનાર ૧ તારીખની ન્યાય સભાના લાગેલા પોસ્ટરો અજાણ્યા શખ્સોએ ફાડી નાખતા બન્ને અજાણ્યા વિરુદ્ધ પોલીસ ફરીયાદૃ નોંધાઈ છે.

ભાવનગર જિલ્લાના બગદૃાણાના નવનીતભાઈ બાલધીયાના બનાવને પગલે કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન ૧ તારીખના ભાવનગર શહેરમાં રાખવામાં આવ્યું છે. જેના પ્રચાર માટે લગાવેલા પોસ્ટરો કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે ફાડી નાખતા કોળી સમાજના અગેવાબોએ એક થઈને પોલીસ ફરીયાદૃ નોંધાવી છે.

ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભાવનગર જિલ્લા કોળી સમાજ પ્રમુખ અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર રાષ્ટ્રીયના મહામંત્રી અને ફરીયાદૃી કાળુભાઇ મેઘજીભાઈ જાંબુચાએ એવા મતલબની ફરીયાદૃ નોંધાવી હતી કે, બગદૃાણામાં નવનીતભાઈ બાલધીયા સાથેના મારામારીના બનાવમાં કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજનો આભાર માનવ માટે ન્યાય સભાનું આયોજન કુંભારવાડા અક્ષરપાર્ક ખાતે મેદૃાનમાં કરવામાં આવેલ હોય તેના માટે અલગ અલગ જગ્યાએ સમાજના સ્વયંસેવકો દ્વારા પોસ્ટરો લગાવવામાં આવેલા હતા.

ફરીયાદૃના જણાવ્યા પ્રમાણે અમને સોશિયલ મીડિયાના વીડિયો આવેલા જેમાં જોવા મળેલ કે, ૨૯/૧/૨૦૨૬ રાત્રીના ૧.૧૫ કલાકે ભાવનગર રાજકોટ રોડ સરીતા સોસાયટીનું નાકુ, િંસહણદૃીપ કોમ્પ્લેક્ષ પાસે પોસ્ટર લગાવવામાં આવેલા તે પોસ્ટર કોઈ અજાણ્યા મોટર સાયકલ ચાલકોએ કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે દૃુષ્મનાવટ અને ધિક્કારની લાગણી ઉભી થાય, તેમજ કોળી સમાજની લાગણીને નુકશાન પોહચાડવાના હેતુથી ન્યાય સભાના પોસ્ટરો ફાડીને કોળી સમાજ અને આહીર સમાજ વચ્ચે શાંતિભંગ થાય તેવું કૃત્ય કર્યું છે.

ફરીયાદૃના જણાવ્યા પ્રમાણે, હું અને અશોકભાઈ નાનુભાઈ લાઠીયા, હિરેન હિમ્મતભાઈ વાઘેલા, વિજય વેલજીભાઈ સોલંકી સાથે ફરીયાદૃ કરવા આવ્યા છીએ. જો કે હાલ સમાજના લોકોએ એક થઈને પોસ્ટર ફાડવાની ઘટનાને પગલે એકતા દર્શાવીને ફરીયાદનોંધાવી છે.