ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિૃગ્વિજયિંસહ ગોહિલના આત્મહત્યાના કેસમાં આખરે પીએસઆઈ બી.કે. ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક હેડ કોન્સ્ટેબલના પિતા નિવૃત્ત પોલીસકર્મી છે. તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, કરણી સેના દ્વારા આપવામાં આવેલું ૭૨ કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા જ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઘટનાની વાત કરીએ તો, ગત ૨૧મી જાન્યુઆરીના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયિંસહ ગોહિલે ફરજ દરમિયાન ભૂતેશ્ર્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દૃવા પી લીધી હતી. જે બાદૃ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દૃરમિયાન ૨૨ જાન્યુઆરીના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ બાદૃ મૃતકના પરિવારજનોએ પોલીસ ફરિયાદૃ નોંધાવી હતી. મૃતકના પરિવારે પીએસઆઈ બી.કે. ગોસ્વામી દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસ અને હેરાનગતિને આત્મહત્યા માટે જવાબદૃાર ઠેરવી ન્યાયની માંગ કરી હતી. જોકે, આ કેસ બાદૃ પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ ચાલી હતી.
આ અગાઉ રાજપૂત કરણી સેનાના પ્રદૃેશ અધ્યક્ષ વીરભદ્રિંસહ જાડેજાએ પણ પરિવારની મુલાકાત બાદૃ આક્ષેપ કર્યો હતો કે, પોલીસમાં ફરજ બજાવતા મજબૂત મનોબળના યુવાને જો આવું પગલું ભરવું પડ્યું હોય તો તેને અસહૃા માનસિક ત્રાસ આપવામાં આવ્યો હશે. પરિવારના મતે સતત થઈ રહેલા શોષણ અને દૃબાણથી કંટાળીને જ દિૃગ્વિજયિંસહે પોતાની િંજદૃગી ટૂંકાવી હતી. અંતે પીએસઆઈ સામે બીએનએસની કલમ ૧૦૮ હેઠળ મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.