
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી બાદ ધારાસભ્ય વસાવાએ વિશાળ જનસભાને સંબોધી હતી, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ચૈતર વસાવાએ જંગી સભા અને રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના ધારસભ્ય અનંત પટેલ પણ આ રેલીમાં હાજર રહ્યા હતા. જેના ડ્રોન વીડિયો સામે આવ્યા છે.
ધારાસભ્ય વસાવાએ વિશાળ જનસભાને સંબોધતાં કહ્યું હતું કે, ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો, આ અમારી તાકાત છે!