
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયા એનર્જી વીકના ઉદ્ઘાટન સત્રને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું. તેમણે કહૃાું કે ૧૨૫ દૃેશોના પ્રતિનિધિઓ ગોવામાં ચર્ચા માટે ભેગા થયા છે. પીએમએ કહૃાું કે ઈન્ડિયા એનર્જી વીક ખૂબ જ ઓછા સમયમાં સંવાદ અને કાર્યવાહી માટે એક વૈશ્ર્વિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ભારત ઉર્જા ક્ષેત્રમાં અપાર તકોનો દૃેશ છે. દૃેશનું અર્થતંત્ર વિશ્ર્વમાં સૌથી ઝડપી ગતિએ વિકસી રહૃાું છે. આનો અર્થ એ છે કે ઉર્જા સંબંધિત ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. ભારત વૈશ્ર્વિક માંગને પહોંચી વળવા અને તકો પૂરી પાડવા સક્ષમ છે.
ભારતની નિકાસ ક્ષમતા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહૃાું, આજે આપણે વિશ્ર્વના પેટ્રોલિયમ ઉત્પાદનોના ટોચના પાંચ નિકાસકારોમાં સામેલ છીએ. ભારત ૧૫૦ થી વધુ દૃેશોમાં માલની નિકાસ કરે છે. ભારતની આ ક્ષમતા તમારા માટે ખૂબ ઉપયોગી થશે. ઉર્જા સપ્તાહનું આ પ્લેટફોર્મ ભાગીદૃારી શોધવા માટે એક ઉત્તમ સ્થળ છે.
પીએમ મોદૃીએ કહૃાું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ખૂબ મોટો કરાર થયો છે. વિશ્ર્વભરના લોકો તેને બધા સોદૃાઓની માતા તરીકે ચર્ચા કરી રહૃાા છે. આ કરાર ભારતના ૧.૪ અબજ લોકો અને યુરોપિયન દૃેશોમાં રહેતા લાખો લોકો માટે પ્રચંડ તકો લાવે છે. તે વિશ્ર્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહયોગનું એક મુખ્ય ઉદૃાહરણ બની ગયું છે. આ કરાર વૈશ્ર્વિક જીડીપીના આશરે ૨૫% અને વૈશ્ર્વિક વેપારના ત્રીજા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. વડાપ્રધાનએ કહૃાું કે ભારત-ઈયુ કરાર વેપાર તેમજ લોકશાહી અને કાયદૃાના શાસન પ્રત્યેની અમારી સહિયારી પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરે છે. ઈયુ સાથેનો આ એફટીએ યુકે અને એપીટીટીએ (એશિયા-પેસિફિક વેપાર કરાર) ને પણ ટેકો આપશે. આ સિદ્ધિ માટે આપણા બધા દૃેશવાસીઓને અભિનંદૃન. કાપડ, ચામડું અને ફૂટવેર ઉદ્યોગો તેમજ રત્નો અને ઝવેરાત જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પણ અભિનંદૃન. આ કરાર આ લોકો માટે ફાયદૃાકારક સાબિત થશે. તે દૃેશમાં ઉત્પાદૃનને વેગ આપશે અને સેવા ક્ષેત્રને પણ ટેકો આપશે. ભારત-ઈયુ એફટીએ વિશ્ર્વના દરેક વ્યવસાય અને રોકાણકારનો વિશ્ર્વાસ પણ મજબૂત કરશે.