દે.બારીયા શહેર અને તાલુકાની આમ જનતાને આધારકાર્ડ નવો બનાવવો હોય અથવા તેમા નામમાં ફેરફાર કરવો હોય તેમજ નામના સ્પેલીંગમાં ક્ષતિ હોય તો મામલતદાર ઓફિસના આધાર કેન્દ્રમાં ત્રણ કિલો મીટર રીક્ષાભાડું ખર્ચ કરીને જવું પડે છે અને ટોકન પદ્ધતિથી કામ કરવામાં આવે છે.
હવે મૂળ વાત આ છેકે, આધારકાર્ડના નામના સ્પેલીંગમાં ભુલ હોય તો ઓપરેટર સર્ટીના આધારે નામમાં સુધારો કરતા નથી. અલગથી જાતિના પ્રમાણપત્ર માંગે છે એ પણ ઈંગ્લીશમાં અને અટક પહેલા લખાવવી તેવું કહેવામાં આવે છે. સુધારો વધારાની કામગીરીમાં પાનકાર્ડ ફરજીયાત નથી. તેમ છતાં પાનકાર્ડની માંગણી કરાતી હોય છે. પાનકાર્ડ તો આધારકાર્ડ ઉપરથી નિકળે છે તો આધારમાં સુધારો એ પણ નામના સ્પેલીંગમા સુધારો તો સ્કુલ લીવીંગના સર્ટી ઉ5રથી થઈ શકે છે તે વહિવટી અધિકારી આ ઓપરેટરને સીધી લીટીની ભાષામાં સમજ આપશે ખરાં ? કે પછી આ મહત્વના આધારમાં સુધારો કરવા માટે આવા ધરમધકકા ખાવાનો વારો રહેવાનો છે. લાભાર્થીઓનો સમય અને આર્થિક ખર્ચ ના થાય તેવા પ્રયત્નનો કોણ કરશે તે આવનારો સમય બતાવશે.