બાલાસિનોરમાં પોલિયો રસીકરણ અભિયાનમાં ૨૫ બુથો પર ૦ થી ૫ વર્ષના ૮૪૭૫ બાળકોને રસી અપાઈ

બાલાસિનોરના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૫ પોલિયો બુથ પર ૦ થી ૫ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન ‘પોલિયો મુક્ત ભારત’ સંકલ્પ હેઠળ ‘દો બુંદ જિંદગી કે’ સૂત્ર સાથે યોજાયું હતું.

આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આશાવર્કર બહેનો દ્વારા સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સમગ્ર નગરમાં કુલ ૮૪૭૫ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા.

બાલાસિનોર એસટી ડેપો ખાતે સૌથી વધુ ૫૭૭ બાળકોને રસી અપાઈ હતી. પોલિયો જેવી ગંભીર બીમારીને સંપૂર્ણપણે નાબૂદ કરવાના હેતુથી સરકાર દ્વારા આવા રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે. સ્વસ્થ અને સુરક્ષિત બાળપણ વિકસિત ભારતના નિર્માણ માટે પાયા સમાન છે.