
કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં દરરોજ અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં જ કેન્દ્ર સરકારે મનરેગાને બદલે વિકસિત ભારત જી રામ જી યોજના લાવી દૃીધી છે. જેનો ગુજરાત કોંગ્રેસે ભરપૂર વિરોધ કર્યો છે, તેનાભાગરૂપે ગુજરાત પ્રદૃેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મનરેગા બચાવો સંગ્રામના નેજા હેઠળ જન આક્રોશ સભા યોજાઇ હતી. જેમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર પર કોંગી નેતાઓએ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં દરરોજ અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં ખાસ કરીને મહિલા સુરક્ષા, ખેડૂતો માટે સેટેલાઈટ સર્વે ની વિસંગતતાઓ અને યુવાનો માટે ફિક્સ પગાર જેવા જટિલ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજ્યું જેમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અગાઉથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે તેવો દૃાવો પણ કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આ જન આક્રોશ સભામાં જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આ આંદૃોલનની શરૂઆત બનાસકાંઠાથી થઈ હતી અને અત્યાર સુધીમાં ગુજરાત કોંગ્રેસે અંદાજે ૫,૦૦૦ કિલોમીટરનું ભ્રમણ પૂર્ણ કર્યું છે. ગેનીબેને ઉમેર્યું કે, “અમે ગામડે-ગામડે જઈને લોકોની વાસ્તવિક સમસ્યાઓ સાંભળી છે. જનતાનો આક્રોશ હવે ચરમસીમાએ છે.”
તેમણે વધુમાં ખાતરી આપી હતી કે લોકોએ જે પ્રશ્ર્નો રજૂ કર્યા છે, તેને કોંગ્રેસ પક્ષ વિધાનસભા સંકુલની અંદૃર મજબૂતીથી ઉઠાવશે. આ સભા દ્વારા કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે બજેટ સત્ર દરમિયાન તેઓ માત્ર ગૃહની અંદર જ નહીં, પરંતુ ગૃહની બહાર પણ જનતાના પક્ષે લડત ચાલુ રાખશે. પોલીસના ચુસ્ત બંદૃોબસ્ત વચ્ચે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે.
આ દૃરમિયાન કોંગ્રેસમાં નવા જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સંબોધન કર્યું હતું અને કહૃાું હતું કે, ’અમે વર્ષોથી જળ-જંગલ અને જમીન માટે સંઘર્ષ કરી રહૃાાં છે. ૧૧ વર્ષથી કેન્દ્રમાં સરકાર ચાલે છે અને ગુજરાતમાં ૩૨ વર્ષથી સરકાર ચાલે છે એને ઉખાડીને ફેંકી દૃેવાની છે, આ ઇજીજીની સરકારને કે જે સંવિધાન ખતમ કરી દૃેવાની વાત કરે છે એને ઉખાડી ફેંકવા છે. ઉમરગામથી અંબાજી સુધી અમને પાણી નથી મળ્યું, પણ અમારો સંઘર્ષ રહેશે. આવા ઠગ લોકોને દૃેશમાંથી હાંકી કાઢવાની જરૂર છે.’
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અને યુવા નેતા અનંત પટેલે જણાવ્યું કે, ’આજે આપણે આક્રોશમાં છીએ, આપણે અન્યાય થાય છે એના વિરોધમાં કૂચ કરવી જોઈએ, આપણને આદિવાસી વિસ્તારમાં અન્યાય થાય અને લોકોને અન્યાય થાય, અધિકારીઓ મુલાકાત નથી આપતાં, આપણા પર દમન થાય છે, આપણી જમીન પર સરકાર દબાણ કરે છે.’ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા હતા અને ૨૦૨૭ની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરી એક સૂરે ગુજરાત સરકારનો વિરોધ કર્યો હતો.