બંગાળમાં બાબરી મસ્જિદનું પુન:નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહેલા હુમાયુ કબીરને ટીએમસીએ હાંકી કાઢ્યા

પશ્ર્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીર બાબરી મસ્જિદનું પુન:નિર્માણ કરવાની જાહેરાત કર્યા પછીથી ચર્ચામાં આવી ગયા હતા. તેમણે અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. જોકે પાર્ટીએ તેમના નિવેદનોથી પોતાને દૂર રાખ્યા હતા, પરંતુ તેમના નિવેદનો બંધ થયા ન હતા. આ જ કારણ છે કે ટીએમસીએ હવે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ટીએમસીમાંથી સસ્પેન્ડ થયા બાદ ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું, હું આવતીકાલે ટીએમસીમાંથી રાજીનામું આપીશ. જો જરૂર પડશે તો હું ૨૨ ડિસેમ્બરે નવી પાર્ટીની જાહેરાત કરીશ. હુમાયુનું વલણ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ હવે ટીએમસીનો વિરોધ કરી રહ્યા છે. આનું કારણ એ છે કે તેમના અગાઉ કોંગ્રેસ અને ભાજપ સાથે સંબંધો રહ્યા છે.

હુમાયુએ તેમની હકાલપટ્ટી પહેલા જ નવી પાર્ટી બનાવવાની ચર્ચા કરી હતી. તેમણે તાજેતરમાં જણાવ્યું હતું કે નવી પાર્ટીની રૂપરેખા ૨૨ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જનતા હું જે પાર્ટી બનાવું છું તેનું પરિણામ મતગણતરીના દિવસે નક્કી કરશે, અને બધું સાબિત થશે, તેમણે એવો પણ દાવો કર્યો.

ધારાસભ્ય હુમાયુ કબીર ૬ ડિસેમ્બરે મુશદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરવા પર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળના રાજ્યપાલ આનંદ બોઝે મમતા બેનર્જી સરકારને પ્રશ્ર્ન કર્યો છે કે જો તેમના નિવેદનો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી કરી રહ્યા છે તો તેમની ધરપકડ કેમ નથી કરવામાં આવી રહી.

ટીએમસીએ તેમના વિવાદાસ્પદ નિવેદનોનો ઉલ્લેખ કરીને ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તેમના નિવેદનો બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ૬ ડિસેમ્બરે મસ્જિદના શિલાન્યાસ સમારોહને કોઈ રોકી શકશે નહીં અને લાખો લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ જ કારણ છે કે તેમના નિવેદનથી તણાવ વયો. આખરે, પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા.

બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે પણ આ મામલે પ્રશ્ર્નો ઉઠાવ્યા છે, રાજ્ય સરકારને પૂછ્યું છે કે જો ધારાસભ્યના નિવેદનોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થવાની ધમકી મળે છે તો તેમની ધરપકડ કેમ નથી કરવામાં આવી રહી. રાજ્યપાલે કહ્યું કે જો સાંપ્રદાયિક લાગણીઓ ભડકશે, તો રાજ્ય અને તેની સરકાર મૂક પ્રેક્ષક નહીં રહે.