સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, દાહોદની અખબાર યાદી જણાવે છે કે, ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના મેઇન્ટેનન્સના કારણે તારીખ 09-12-2025 થી તારીખ 13-12-2025 સુધી ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખાતે 2-વ્હીલર અને 4-વ્હીલર ની ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે, ઉપરોક્ત સમય દરમ્યાનની ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક એપોઇમેન્ટ અન્ય તારીખે રિશિડ્યુલ કરવામાં આવેશે, જે બાબતે સંબંધિત અરજદારને Text Message થી જાણ કરવામાં આવશે. તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દાહોદ દ્વારા જણાવાયું છે.