અમદાવાદ શહેરના વિકાસને લઇ પ્રભારી મંત્રી ૠષિકેશ પટેલની અયક્ષતામાં એમપી-એમએસએની બેઠક, વિપક્ષનો બાયકોટ

અમદાવાદ પ્રભારી મંત્રી ૠષિકેશ પટેલની અયક્ષતામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક કરવામાં આવી હતી. એએમસીમાં વિવિધ ઝોનના અધિકારી સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓ રહેશે હાજર રહ્યા હતા. અમદાવાદમાં રોગચાળો ન ફેલાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. અમદાવાદ શહેરની પ્રજાને વિવિધ સમસ્યાને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ હતી. શહેરમાં ચાલતા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા ખાતે મળેલ પ્રભારી મંત્રી અને એમપી એમએલએની બેઠક અંગે પ્રભારી મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૪ ઝોનની બેઠક કરવામાં આવી છે પછીના સમયમાં બાકીના ઝોનની બેઠક બોલાવવામાં આવી છે. અમદાવાદ શહેરનો કઈ રીતના વિકાસ થાય તે માટે આ બેઠક બોલાવવામાં આવી છે. અમદાવાદના ધારાસભ્ય, સંસદ સભ્યોને પડતી મુશ્કેલી સંભળવવામાં આવી હતી. આજે સવારે ૯ વાગ્યાથી શરૂ થયેલ બેઠકમાં ૪ ઝોનના લોકોને સાંભળવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના પાંચ અગ્રણી નેતાઓ સાથે પણ બેઠક મળી તમામ કામો તાત્કાલિક થાય પ્રજાને કોઈ તકલીફ ન પડે તે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર મ્યુન્સિપલ કમિશ્ર્નર અને તમામ અધિકારી સાથે બેસીને જે સમસ્યા આવી છે તેનું નિરાકરણ કેવી રીતે આવે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના આક્ષેપો મામલે કહ્યું હતું કે, અહીં પ્રશ્ર્ન ઉભા કરવા માટે નહીં, પ્રશ્ર્ન ઉકેલવા માટે બેઠક કરવામાં આવી હતી.

વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપ સૌનો સાથ સૌના વિકાસની વાત કરે છે પણ કામ તેનાથી વિપરીત કરે છે. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને કોર્પોરેટરોને ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર જેટલા અધિકાર નથી? ભાજપ એવું માને છે કે જે લોકો તેમને વોટ નથી આપતા તેઓ તેમના નાગરિક નથી.