
વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદની ઐતિહાસિક વિરાસતને વધુ ભવ્ય બનાવવા માટે અમદૃાવાદૃ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) એ એક મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. શહેરના આઇકોનિક ‘હેરિટેજ વૉકરૂટને રૂ. ૩૭.૩૪ કરોડના ખર્ચે નવો ઓપ આપવાની મંજૂરી આપી દૃેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રૂટની પરંપરાગત શૈલીને જાળવી રાખીને આધુનિક સુવિધાઓ અને આકર્ષક રોશનીથી તેને સજાવવામાં આવશે.
અમદૃાવાદૃના સેન્ટ્રલ ઝોનમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જુમ્મા મસ્જિદ સુધીના ૨.૨૫ કિમી લાંબા ટનો હેરિટેજ થીમ આધારિત પુન:વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત આખા રૂટ પર કડપ્પા સ્ટોન, ગ્રેનાઈટ કોબલ સ્ટોન અને બ્લોક પેિંવગની સાથે મુખ્ય જંકશન પર આકર્ષક ટેબલ-ટોપ લોિંરગ અને ડેકોરેટિવ લાઇિંટગ કરવામાં આવશે. વધુમાં, ટ પર ઐતિહાસિક વારસાને દર્શાવતા શિલ્પો અને સાઇનેજ બોર્ડ લગાવવામાં આવશે, તેમજ જૂના મકાનો અને પોળોના પ્રવેશદ્વારોને હેરિટેજ શૈલી મુજબ પેઇન્ટિંગ કરી પરંપરાગત રીતે વિકસાવવામાં આવશે.
માત્ર સુંદૃરતા જ નહીં, પરંતુ પાયાની સુવિધાઓમાં પણ મોટો સુધારો કરવામાં આવશે. રૂટની નીચે પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન તેમજ ટોરેન્ટ પાવર અને અદૃાણી ગેસની લાઇનોનું પણ આધુનિકીકરણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની કામગીરી ૧ મે, ૨૦૨૫ થી શરૂ થશે અને ૩૦ એપ્રિલ, ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કામગીરી માટે ‘આદિૃત્ય ઈન્ફાબિલ્ડકોન પ્રા. લિમિટેડ ની પસંદૃગી કરવામાં આવી છે, જ્યારે ‘મહિલા હાઉિંસગ સેવા ટ્રસ્ટ ને ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરાયા છે.
અમદૃાવાદૃની હેરિટેજ વૉક જોવા માટે દૃેશ-વિદૃેશથી હજારો પ્રવાસીઓ આવે છે. આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાદૃ પર્યટકોને અમદૃાવાદૃની પોળો અને સ્થાપત્ય કલાનો વધુ સારો અનુભવ મળશે.