72માં અખિલ ભારત સહકાર સપ્તાહની પૂર્ણાહુતિ તેમજ જીલ્લા ની સહકારી ક્રેડિટ સોસાયટીની સારી કામગીરી અંતર્ગત એવોર્ડ વિતરણ સમારંભ દાહોદ જીલ્લા સહકારી સંઘના ચેરમેન કે.ટી. મેડાના અધ્યક્ષ સ્થાને દાહોદ અનાજ માર્કેટ કમિટી સભાખંડમાં યોજવામા આવ્યો હતો. જેમાં દાહોદ જીલ્લાનીક્રેડિટ સોસાયટીને ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદની જરૂરી સુચના અને માર્ગદર્શનને આધીન દાહોદ જીલ્લા માંથી ત્રણ ક્રેડિટ સોસાયટીની સારી કામગીરી અંગે પસંદગી કરવામાં આવેલ જેમને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ. જેમાં જીલ્લામાં પ્રથમ નંબરે દાહોદ શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીને આપવામાં આવ્યો હતો. આ સન્માન શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન વિનોદભાઈ પરમાર એ સ્વીકાર્યો હતો. આ પ્રસંગ સ્વાગત પ્રવચન સંઘના સીઈઓ કીર્તનસિંહ ભાભોરે કર્યું હતું. આ પ્રસંગે પ્રવચનો સંઘના ડિરેક્ટર સાબીર શેખ શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન વિનોદભાઈ પરમાર સંઘના ચેરમેન કે ટી મેડાએ પ્રવચનો કર્યા હતા. આભાર વિધિ તથા સંચાલન સંઘના ડિરેકટર સાબિર શેખએ કરી હતી. આ પ્રસંગ ક્રેડિટ સોસાયટી મંડળીઓના ચેરમેન સભ્યો હાજર રહ્યા હતા.