એમટેક ગ્રુપના ભૂતપૂર્વ વડાને બેંક છેતરપિંડી કેસમાં જામીન મળ્યા, ૨૭,૦૦૦ કરોડની ઉચાપતનો આરોપ

સુપ્રીમ કોર્ટે મંગળવારે એમટેક ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અરવિંદ ધામને ૨૭,૦૦૦ કરોડના બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા. સુપ્રીમ કોર્ટે ધામની જામીન અરજી નકારવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને રદ કર્યો. ન્યાયાધીશ સંજય કુમાર અને આલોક આરાધેની બનેલી બેન્ચે આ ચુકાદો આપ્યો. ન્યાયાધીશ પી.એસ. નરસિંહાના નેતૃત્વ હેઠળની બેન્ચમાં બેઠેલા ન્યાયાધીશ આરાધેએ ચુકાદામાં જણાવ્યું હતું કે કોર્ટે આ કેસમાં ધામની અપીલ સ્વીકારી છે.

ગયા વર્ષે ૧૯ ઓગસ્ટના રોજ, દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અકાળ મુક્તિ જવાબદારી સ્થાપિત કરવાના પ્રયાસોને અવરોધી શકે છે. હાઇકોર્ટે એ પણ નોંયું હતું કે ટેકનોલોજી અને આટફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધતાં, મની લોન્ડરિંગ જેવા આથક ગુનાઓ દેશની નાણાકીય વ્યવસ્થા માટે ગંભીર ખતરો બની ગયા છે, જેના કારણે આવા કેસોમાં તપાસ જટિલ અને લાંબી બની છે. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે નિર્દોષ વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવામાં ન આવે અને સાચા ગુનેગારોને ન્યાય મળે તે માટે કાળજીપૂર્વક અને સંપૂર્ણ તપાસ જરૂરી છે.

અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ એમટેક ગ્રુપ કંપનીઓની ૫૫૦ કરોડથી વધુની સંપત્તિઓ કામચલાઉ રીતે જપ્ત કરી હતી. સપ્ટેમ્બર ૨૦૨૪ માં, એજન્સીએ ૫,૧૧૫.૩૧ કરોડની સંપત્તિઓ પણ જપ્ત કરી હતી. તપાસ દરમિયાન, ૧૪૫ એકર જમીન (રાજસ્થાન અને પંજાબમાં), દિલ્હી-એનસીઆરમાં ૩૪૨ કરોડની મિલક્તો અને ૧૧૨.૫ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ અને બેંક બેલેન્સ જપ્ત કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ઈડ્ઢ તપાસ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ શરૂ થઈ હતી. ધામની જુલાઈ ૨૦૨૪ માં ધરપકડ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બર ૨૦૨૪ માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એજન્સીનો આરોપ છે કે ગ્રુપ કંપનીઓએ નકલી લોન અને સંપત્તિઓ બતાવવા માટે નાણાકીય નિવેદનોમાં છેડછાડ કરી હતી, જેના પરિણામે બેંકોને ૮૦% થી વધુ નુક્સાન થયું હતું અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓને ભારે નુક્સાન થયું હતું.