
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝિયનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
આજે 1 જૂનના ગુજરાતના ભાગોમાં થંડરસ્ટોર્મ સાથે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ થંડરસ્ટોર્મની ચેતવણી છે અને પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો, ગરમીમાં રાહત આવતીકાલથી 2 દિવસ(4મે સુધી) સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક આસપાસ રહેશે. આજથી આગામી 3 દિવસ (4મે સુધી)સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી ગરમીમાં રાહત મળશે. અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2થી 3 દિવસમાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આમ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ બનશે. વાવાઝોડા અને પવનની સ્થિતિને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ શહેરની વાત કરીએ તો, આગામી સમયમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. મોડી રાત્રિ અથવા સવારના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.