કાલોલના વોર્ડ નં.૬માં મુખ્ય ગટરની દીવાલ ધરાશાયી થતાં સાત ફૂટ ઊંડા ભુવા પડ્યા; અકસ્માતની ભીંતિ

ટીમલી ફળિયું, માતાવાળુ ફળિયું અને કબ્રસ્તાન તરફ જતા મુખ્ય માર્ગ પર જોખમ; સ્થાનિકોએ લોખંડનો પલંગ અને પથ્થરનો સ્લેબ મૂકી બચાવ કામગીરી કરી.

કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ વિસ્તારમાંથી પસાર થતી વર્ષો જૂની મુખ્ય ગટરની દીવાલ અંદરથી ધરાશાયી થતાં માર્ગ પર આશરે સાત ફૂટ ઊંડા ભુવા પડ્યા છે. નાળાની બાજુથી ટીમલી ફળિયું, માતાવાડા ફળિયું અને કબ્રસ્તાન તરફ જતા મુખ્ય રસ્તા પર સર્જાયેલી આ સ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં અકસ્માતની ભીતિ ફેલાઈ છે.

મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં આવેલી જૂની ગટરની દીવાલ નબળી પડતાં અચાનક માર્ગનો ભાગ બેસી ગયો હતો અને ઊંડા ભુવા સર્જાયા હતા. આ માર્ગ પર સતત વાહનોની અવરજવર રહે છે. ભારે વાહન પસાર થતાં રસ્તો વધુ ધસી પડે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતા પ્રકાશ અને બેરિકેડિંગના અભાવે રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે જોખમ વધી શકે છે.હાલમાં સ્થાનિક રહીશોએ વાહનચાલકો અને રાહદારીઓ ભુવામાં ન ખાબકે તે માટે લોખંડનો પલંગ અને પથ્થરની સ્લેબ મૂકીને કામચલાઉ વ્યવસ્થા કરી છે. જોકે, આ વ્યવસ્થા અસ્થાયી હોવાથી કાયમી નિરાકરણની જ‚રિયાત ઊભી થઈ છે.

વર્ષો જૂની ગટરલાઇનની જાળવણી અને નિયમિત ચકાસણી અંગે સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે. રહીશોએ નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક સ્થળ તપાસ કરી જોખમી સ્થળને સુરક્ષિત કરવા અને ગટરના સમારકામની કામગીરી વહેલી તકે શ‚ કરવાની માંગ કરી છે.

“ગંભીર બાબતની જાણ કાલોલ નગરપાલિકાના પ્રમુખને થતાં તેમણે તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરી હતી. જેને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ તથા નગરપાલિકાના એન્જિનિયર સહિતની ટીમે ભુવા પડેલા સ્થળની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન જોખમી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.