SIR અભિયાન અંતર્ગત કાલોલ કુમાર શાળા ખાતેના બુથો પર જીલ્લા નિવાસી અધિક કલેકટર દ્વારા મુલાકાત લઈ સમીક્ષા કરી.

મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (જઈંછ)ને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે આજે જીલ્લા નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ અને જીલ્લા નાયબ કલેકટર અને સ્ટેમ્પ ડયુટી અધિકારી તેમજ મતદાર નોંધણી અધિકારી ડો. મીતાબેન ડોડીયા સાથે કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ કાલોલ શહેર સ્થિત કુમાર પ્રાથમિક શાળા ખાતે કાર્યરત 151,152,153,154, નંબરના બુથ કેન્દ્ર પર પહોંચીને તેમણે ઇકઘ સાથે બેઠક યોજી હતી. એ મતદાર યાદી સુધારણા હેઠળ ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરતાં સૂચના આપી હતી કે, તમામ પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય. ઇકઘ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે તેમણે ચર્ચાઓ કરી હતી અને કાર્ય દરમિયાન આવતી તકલીફો-પડકારો અંગે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મતદાર યાદી વધુ સુવ્યવસ્થિત અને ભૂલરહિત બનવી એ સરકારની પ્રાથમિકતા છે અને તે માટે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી મહત્વની છે. ઉલ્લેખનીય છેકે, રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ સમગ્ર જીલ્લા અને કાલોલ શહેર સહિત તાલુકામાં જઈંછ અભિયાનને ગતિ મળતી જોવા મળી રહી છે.