
૩૧ ડિસેમ્બર પહેલા જીલ્લામાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં ખેડા પોલીસને મોટી સફળતા મળી છે. ખેડા એલસીબીને મળેલી બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં નડીયાદના ગુતાલથી પ્લાસ્ટિકની દાણાની આડમાં લવાયેલો કંટેનરમાંથી કટિંગ થઈ રહેલો રૂ.૨૨.૧૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂ તેમજ ચાર વાહનો મળી કુલ રૂ.૬૫ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. મામલામાં કુલ ૧૧ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ખેડા એલસીબીની યાદી મુજબ ખેડા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક માણસો ભેગા મળી બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી રહ્યા છે. જે ગુતાલના ઉર્વેશ તળપદાની મદદથી વિદેશી દારૂનો જથ્થો ગુતાલના દશામાતાના મંદિરની સામે નળીમાં તેમના મળતીયા માણસો સાથે રાખી વિદેશી દારૂનું કટિંગ કરાવે છે. તેમજ હાલ આ દારૂનું કટિંગ ચાલુ છે. જેને આધારે રેડ કરતા બાતમી વાળી જગ્યાએ કંટેનરમાંથી અન્ય વાહનોમાં કટિંગ કરવામાં આવી રહેલો રૂ.૨૨,૧૯,૦૪૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
એલસીબી દ્વારા કંટેનરમાં લાવવામાં આવેલા રૂ. ૨૨,૧૯,૦૪૦ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પ્લાસ્ટિકના દાણા ભરેલી થેલીઓ, કંટેનર સહિત ચાર વાહનો તેમજ મોબાઈલ મળી કુલ રૂ.૬૫,૯૧,૯૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
ખેડા એલસીબી દ્વારા સ્થળ પરથી દારૂનું કટિંગ કરતા એક આરોપી અમિતકુમાર ઉર્ફે અંબુ કનુભાઈ તળપદા રહે.ગુતાલ,તા.નડીયાદ,જી.ખેડાને પકડી પાડવામાં આવ્યો છે.જ્યારે અન્ય ૧૦ આરોપીઓ ફરાર છે.કુલ ૧૧ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાવામાં આવ્યો છે. જેમાં (૧) વાસુદેવ ઉર્ફે વાસુ સામંતભાઈ તળપદા રહે.ચલાલી તા.નડીયાદ (૨) કિશન ઉર્ફે બોડો ઠાકોરભાઈ તળપદા રહે.બિલોદરા,નડીયાદ (૩) રવિ ગોપાલભાઈ તળપદા,રહે.મરીડા ભાગોળ,નડીયાદ (૪) ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો ઈશ્ર્વરભાઈ પરમાર રહે.કિશોરપુરા,વડતાલ,તા.નડીયાદ (૫) ઉર્વેશ અર્જુન તળપદા રહે.ગુતાલ,તા.નડીયાદ (૬) સાહીલ સુરેશભાઇ તળપદા રહે.ગુતાલ,તા.નડીયાદ તેમજ કંટેનર,ઈનોવા,બોલેરો અને એક બાઈક ના ચાલક સામે વડતાલ પોલિસ સ્ટેશને ગુનો નોંધાયો છે.