
૩૧મી ડિસેમ્બરને યાનમાં રાખી દાહોદમાં મય પ્રદેશ સરહદ નજીક ખંગેલા ચેકપોસ્ટ પર ટેમ્પોને અટકાવતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પીઆઇ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પથ્થરમારો કરનાર શખ્સને ઝડપીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો મયપ્રદેશ સરહદેથી વિદેશી દારૂ સહિત નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા હોય છે. પોલીસ દ્વારા મયપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોની ચેકિંગ ચાલતી હતી. આ દરમિયાન આઇશર ટ્રક ખંગેલા ચેકપોસ્ટ પરથી પસાર થતી હતી. આ દરમિયાન પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટેમ્પો ચાલક રોકાયા વગર ભાગી ગયો હતો.
પોલીસને શંકા જતા તે ટ્રકનો દોઢથી બે કિલોમીટર સુધી પીછો કર્યોો હતો અને ટેમ્પોને અટકાવ્યો હતો.જોકે, ટેમ્પો ચાલક ટ્રકમાંથી ઉતરીને અંધારાનો લાભ લઇ ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો. પોલીસે તેનો પીછો કરતા પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં પીઆઇ ગાવિતને માથા તેમજ મોઢા ઉપર ઇજાઓ થઇ હતી. તે બાદ તેમણે દાહોદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું આ દરમિયાન આઇશર ગાડીને રોકવાનો પ્રયાસ કરતા તે રોકાઇ નહતી. પોલીસે બે કિલોમીટર સુધી ટેમ્પોનો પીછો કરતા તેને રોક્યો હતો. જોકે, પોલીસને જોતા જ ડ્રાઇવર ટ્રકમાંથી ઉતરીને ભાગી ગયો હતો. પોલીસે તેનો પીછો કરતા ટ્રક ડ્રાઇવરે પથ્થરમારો કર્યો હતો જેને કારણે પીઆઇને ઇજા પહોંચી હતી.,