
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભાજપ પર મહારાષ્ટÙના કોલ્હાપુરમાં ગોકુલ દૂધ સહકારી ચૂંટણીના જનાદેશને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસની આગેવાની હેઠળની પેનલે ભાજપ સમર્થિત મહાયુતિ ગઠબંધનને હરાવ્યા પછી નિયમો બદલવામાં આવ્યા હતા. ટ્વટર પર એક પોસ્ટ શેર કરતા તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે ડિરેક્ટર બોર્ડમાં બહુમતી મેળવવા માટે ચૂંટણી પછી નિયમોમાં ફેરફાર કર્યા. તેમણે તેને “દૂધ ઉત્પાદકોના મતોની ચોરી” ગણાવી.
કોંગ્રેસના સાંસદે ટ્વીટ કર્યું, “ગોકુળમાં દૂધ ઉત્પાદકોએ ભાજપને હરાવ્યું. તેથી ભાજપે ચૂંટણી પછી નિયમો બદલી નાખ્યા. ૪ ડિરેક્ટરો ઉમેરો, ૧૨ ને ૧૬ બનાવો, બહુમતી ચોરી કરો. આ દૂધ ઉત્પાદકોના મતોની ચોરી છે… જનાદેશમાં ભેળસેળ. ભાજપ એટલી હદે બેચેન થઈ ગઈ છે કે તે દરેક જગ્યાએ સત્તા જાળવી રાખવા માટે ગમે તે હદ સુધી જઈ રહી છે.” દૂધ ઉત્પાદકોના મત ચોરી કરનારાઓએ યાદ રાખવું જાઈએ, ખેડૂતોએ ભૂલવું ન જાઈએ.’
આ પહેલા, કોંગ્રેસના નેતા પવન ખેરાએ પણ પ્રસ્તાવિત ફેરફારો અંગે મહારાષ્ટÙ સરકાર પર હુમલો કર્યો હતો. “મહારાષ્ટ્ર સરકાર ‘ગોકુલ મિલ્ક ફેડરેશન’માં દૂધ ઉત્પાદકોના લોકશાહી આદેશને નબળો પાડવાનો નિર્લજ્જ પ્રયાસ કરી રહી છે. આ માટે, તે કાયદાકીય ફેરફારોનો આશરો લઈ રહી છે અને ચૂંટાયેલા બોર્ડના માળખામાં ચાલાકી કરી રહી છે. ૧૯ ઓક્ટોબરની ચૂંટણીમાં, કોંગ્રેસની આગેવાની હેઠળની પેનલે ૨૫ માંથી ૧૩ બેઠકો જીતી હતી, અને મહાયુતિની ૧૨ બેઠકો કરતાં બહુમતી મેળવી હતી. જ્યારે મહાયુતિ સમર્થિત ડિરેક્ટરે બેઠકમાં ગેરહાજર રહીને ચેરમેનની ચૂંટણી અટકાવી હતી, ત્યારે બોમ્બે હાઈકોર્ટે ૧૦ નવેમ્બરના રોજ નવી ચૂંટણીનો આદેશ આપ્યો હતો.
તેમણે કહ્યું, “ચૂંટાયેલા બોર્ડને કામ કરવા દેવાને બદલે, રાજ્ય કેબિનેટે ચાર સરકારી ડિરેક્ટરોને નોમિનેટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમને મતદાન કરવાનો પણ અધિકાર હશે. આ ચૂંટણી સમીકરણ બદલી શકે છે અને દૂધ ઉત્પાદકોના આદેશને ઉથલાવી શકે છે. મોટો પ્રશ્ન એ છે કેઃ શું સરકાર ચૂંટણી પછી નિયમોમાં ફક્ત એટલા માટે ફેરફાર કરી શકે છે કારણ કે તેને પરિણામો પસંદ નથી? અમે લોકશાહી આદેશ અને સહકારી સંસ્થાઓની સ્વાયત્તતાને સુરક્ષિત રાખવા માટે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી રહ્યા છીએ.”
આ ટિપ્પણીઓ કોંગ્રેસની આગેવાની હેઠળના રાજર્ષિ શાહુ શેતકરી સંવિચાર આઘાડીની જીત પછી આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સતેજ પાટીલના નેતૃત્વમાં આ પેનલે કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, પ્રખ્યાત ગોકુલ ડેરીના ડિરેક્ટર બોર્ડની ચૂંટણીમાં બહુમતી મેળવી હતી. કુલ ૨૫ બેઠકોમાંથી, પેનલે ૧૩ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ સમર્થિત મહાયુતિ ગઠબંધન, જેમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે, ૧૨ બેઠકો મેળવી હતી. ચૂંટણી પરિણામો ૧૯ ઓક્ટોબરના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામ શાસક ગઠબંધન માટે એક ઝટકા તરીકે જાવામાં આવ્યું હતું. ગોકુલ ડેરી બ્રાન્ડ હેઠળ કાર્યરત સહકારી દૂધ ઉત્પાદક સંઘના ડિરેક્ટર બોર્ડ પર નિયંત્રણ નક્કી કરવા માટે આ ચૂંટણી યોજાઈ હતી.