
કેન્દ્ર સરકાર અગ્નીવીર યોજનામાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે અગ્નીવીરરોના ભવિષ્ય અને સેવા સમયગાળા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમના મતે, ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી હવે બધા અÂગ્નવીરો માટે બે વર્ષનો વધારાનો સમયગાળો લંબાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, તેઓ આર્મી, નેવી અને એરફોર્સમાં સેવા ચાલુ રાખી શકશે. વધુમાં, સરકાર આ બે વર્ષના વધારાના સેવા સમયગાળા દરમિયાન અગ્નીવીર લગ્ન કરવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે.
સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે અગ્નીવીર યોજનાને આર્મી અને અગ્નીવીર બંને માટે “વિન-વિન સોલ્યુશન” તરીકે વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે યોજનાની શરૂઆત સમયે જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેનું ચાર વર્ષ પછી ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. આ સમીક્ષા દરમિયાન, અગ્નીવીરનું પ્રદર્શન ખૂબ સારું હોવાનું જાણવા મળ્યું. વિવિધ લશ્કરી કામગીરીમાં તેમનું પ્રદર્શન પણ સકારાત્મક માનવામાં આવ્યું હતું. તેના આધારે, તેમને બે વર્ષની વધારાની સેવા મુદત આપવાનો વિચાર ઉભરી આવ્યો છે.
રાજેશ કુમાર સિંહના જણાવ્યા મુજબ, બે વર્ષના વિસ્તરણ પછી, કાયમી સેવામાં જાડાવા અને નિર્ધારિત પાત્રતા અને કાર્યકારી ધોરણોને પૂર્ણ કરવા ઇચ્છુક અગ્નીવીરને નિયમિત સેનામાં જાડાવાની તક આપવામાં આવશે. આનો અર્થ એ છે કે અગ્નીવીરને તેમની લાયકાત અને પ્રદર્શનના આધારે નિયમિત સેનામાં જાડાવાની બીજી તક મળી શકે છે.
સંરક્ષણ સચિવે જણાવ્યું હતું કે આનાથી અÂગ્નવીરોને તેમની ક્ષમતાઓ સાબિત કરવા માટે વધારાનો સમય મળશે, જ્યારે સેનાને ઉચ્ચ પ્રશિક્ષિત અને સારી કામગીરી બજાવતા સૈનિકોને જાળવી રાખવાની તક પણ મળશે. તેમણે આને અગ્નીવીર માટે દિવાળી ભેટ તરીકે પણ વર્ણવ્યું.
નોંધનીય છે કે બુધવારે સીડીએસ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ અગ્નીવીર યોજનામાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે અÂગ્નવીરોનો ચાર વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમને બે વર્ષનો વધારાનો વધારો આપવામાં આવશે. ત્યારબાદ, નિર્ધારિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા અને વ્યÂક્તગત સંમતિ આપનારા અગ્નીવીરને કાયમી ભરતી આપવામાં આવશે.