ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ ૨૦૨૭નું રજાઓનું કેલેન્ડર, મકર સંક્રાંતિથી દિવાળી સુધી ૧૮ જાહેર રજાઓ

વર્ષ ૨૦૨૭માં ક્યારે રજા આવશે અને કયા તહેવારે સરકારી કચેરીઓ બંધ રહેશે, તેની રાહ જોતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૭ દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં પાળવાની જાહેર રજાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ સરકારી કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન કુલ ૧૮ જાહેર રજાઓ મળશે. આ ઉપરાંત કર્મચારીઓ માટે ૯ વૈકલ્પીક રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

આ યાદીમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડા. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારની ૧૮ જાહેર રજાઓની સંપૂર્ણ યાદી. ગુજરાત સરકારની કચેરીઓ માટે જાહેર કરાયેલી ૧૮ રજાઓની તારીખ અને વાર નીચે મુજબ છે.

જાન્યુઆરીથી માર્ચઃ – ૧૪ જાન્યુઆરી – મકરસંક્રાંતિ (ગુરુવાર), – ૨૬ જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ (મંગળવાર),- ૬ માર્ચ – મહાશિવરાત્રિ (શનિવાર),- ૧૦ માર્ચ – રમઝાન ઈદ (બુધવાર),- ૨૩ માર્ચ – ધૂળેટી (મંગળવાર),- ૨૬ માર્ચ – ગુડ ફ્રાઈડે (શુક્રવાર)

એપ્રિલથી જૂનઃ – ૭ એપ્રિલ – ચેટીચાંદ (બુધવાર),- ૧૪ એપ્રિલ – ડા. બાબાસાહેબ આંબેડકર જયંતિ (બુધવાર),- ૧૫ એપ્રિલ – રામનવમી (ગુરુવાર),- ૧૯ એપ્રિલ – મહાવીર જન્મકલ્યાણક (સોમવાર),- ૧૭ મે – બકરી ઈદ (સોમવાર),- ૧૬ જૂન – મોહરમ (બુધવાર)

ઓગસ્ટથી ઓક્ટોબરઃ- ૧૭ ઓગસ્ટ – રક્ષાબંધન (મંગળવાર),- ૨૫ ઓગસ્ટ – જન્માષ્ટમી (બુધવાર),- ૪ સપ્ટેમ્બર – સંવત્સરી (શનિવાર),- ૨ ઓક્ટોબર – મહાત્મા ગાંધી જયંતિ (શનિવાર),- ૨૯ ઓક્ટોબર – દિવાળી (શુક્રવાર),- ૩૦ ઓક્ટોબર – નૂતન વર્ષ અને વિક્રમ સંવત ૨૦૮૪ (શનિવાર)

સરકારી કચેરીઓની સાથે બેંક કર્મચારીઓ માટે પણ રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૭માં બેંકો માટે કુલ ૧૭ જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે. જાકે, સરકારી કચેરીઓની યાદી કરતાં બેંકોની રજાઓમાં એક મહત્વનો તફાવત છે. બેંકોની યાદીમાં ૭ એપ્રિલની ચેટીચાંદની રજાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બેંકોની ૧૭ જાહેર રજાઓ નીચે મુજબ છે.

જાન્યુઆરીથી માર્ચઃ- ૧૪ જાન્યુઆરી – મકરસંક્રાંતિ (ગુરુવાર), – ૨૬ જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ (મંગળવાર),- ૬ માર્ચ – મહાશિવરાત્રિ (શનિવાર),- ૧૦ માર્ચ – રમઝાન ઈદ (બુધવાર),- ૨૩ માર્ચ – ધૂળેટી (મંગળવાર),- ૨૬ માર્ચ – ગુડ ફ્રાઈડે (શુક્રવાર)

એપ્રિલથી જૂનઃ,- ૧૪ એપ્રિલ – ડા. બાબાસાહેબ આંબેડકર જયંતિ (બુધવાર),- ૧૫ એપ્રિલ – રામનવમી (ગુરુવાર),- ૧૯ એપ્રિલ – મહાવીર જન્મકલ્યાણક (સોમવાર),- ૧૭ મે – બકરી ઈદ (સોમવાર),- ૧૬ જૂન – મોહરમ (બુધવાર)

ઓગસ્ટથી ઓક્ટોબરઃ,- ૧૭ ઓગસ્ટ – રક્ષાબંધન (મંગળવાર),- ૨૫ ઓગસ્ટ – જન્માષ્ટમી (બુધવાર),- ૪ સપ્ટેમ્બર – સંવત્સરી (શનિવાર),- ૨ ઓક્ટોબર – ગાંધી જયંતિ (શનિવાર),- ૨૯ ઓક્ટોબર – દિવાળી (શુક્રવાર),- ૩૦ ઓક્ટોબર – નૂતન વર્ષ (શનિવાર)

બેંકો માટે ૧ એપ્રિલે પણ રજાઃ બેંકો, પગાર-હિસાબી કચેરીઓ તથા તિજારી અને પેટા તિજારી કચેરીઓ માટે ૧ એપ્રિલ ૨૦૨૭, ગુરુવારના રોજ વાર્ષિક હિસાબો બંધ કરવા જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ રજા બેંકોની ૧૭ જાહેર રજાઓથી અલગ રહેશે.જાહેર રજાઓ ઉપરાંત કર્મચારીઓને વર્ષ ૨૦૨૭માં ૯ વૈકલ્પીક રજાઓનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જે રજાઓનો સમાવેશ થાય છે.- ૮ મે – ભગવાન પરશુરામ જયંતિ (શનિવાર),- ૧૫ ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિન (રવિવાર),- પારસી નૂતન વર્ષ અને પતેતી (રવિવાર),- ઈદ-એ-મિલાદુન્નબી (રવિવાર),- ૯ ઓક્ટોબર – દશેરા (શનિવાર),- ૩૧ ઓક્ટોબર – સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ (રવિવાર),- ૩૧ ઓક્ટોબર – ભાઈબીજ (રવિવાર),- ૧૪ નવેમ્બર – ગુરુ નાનક જયંતિ (રવિવાર),- ૨૫ ડિસેમ્બર – નાતાલ (શનિવાર),આ વૈકલ્પીક રજાઓની યાદી રાજ્ય સરકારના બોર્ડ, કોર્પોરેશન અને પંચાયતના કર્મચારીઓને પણ લાગુ પડશે. સરકારના જાહેરનામામાં રજાઓને લઈને કેટલાક મહત્વના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો કોઈ જાહેર રજા બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારે આવે તો તેના બદલામાં અન્ય કોઈ દિવસે અલગથી રજા આપવામાં આવશે નહીં. બીજી તરફ, મુસ્લીમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. જા જાહેરનામામાં દર્શાવેલી તારીખે તહેવારની ઉજવણી ન થાય તો વાસ્તવિક ઉજવણીના દિવસે મુસ્લીમ કર્મચારીઓને મરજિયાત રજા મળી શકશે.