ગોધરા તાલુકાના ગઢ ચુંદડીમાં યુવક યુવતી ભાગી જવા બાબતે મહિલા પર હુમલાની ફરિયાદ

ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામની ફરીયાદ મુજબ લીલાબેનના નાનાં પુત્ર રાજુભાઈએ છએક મહિના પહેલા ડાંગરીયા ગામની ક્રિષ્નાબેન બારીઆ સાથે કોર્ટ મેરેજ કર્યું હતું. લગ્ન બાદ દંપતી ક્યાં રહે છે તે અંગે બંને પરિવારોને માહિતિ નથી. 11 નવેમ્બરે રાત્રે લીલાબેન ઘરે હતી ત્યારે વહુના પિયરના રાજેન્દ્રભાઈ બારીઆ, તેમના પુત્ર નિપુલભાઈ, પત્ની સુશીલાબેન અને ભાભી સપનાબેન આવી ઘર બહાર અપશબ્દો બોલી રાજેન્દ્રભાઈએ ઘરમાં ઘુસીને દિકરા રાજુભાઈ તથા પોતાની દિકરી ક્રિષ્ના ક્યાં છે તેમ પુછયું હતું. લીલાબેન દ્વારા મને જાણ નથી કહેતાં જ રાજેન્દ્રભાઈએ તેમને માર મારી વાળ પકડી બહાર ઘસેડી લાવ્યા હતા. જે દરમિયાન નિપુલભાઈ ઘરની છત પર ચઢીને નળીયા નીચે ફેંકવા લાગ્યા હતા, જ્યારે સુશીલા અને સપનાએ ઘરના ડાંગરના પુળા ઘરમાં ફેંકીને તમારૂં ઘર સળગાવી દઈશું એવી ધમકીઓ આપી હતી, હુમલા બાદ લીલાબેનને ઈજાઓ થતાં તેમને સારવાર માટે લઈ ગયા હતા. આરોપીઓ અને ફરીયાદી એક જ સમાજના હોવાથી સમાજ આગેવાનો દ્વારા સમાધાનની કોશિશ કરવા છતાં સમાધાન થયું નહતું. લીલાબેનનો આક્ષેપ છે કે લાંબા સમયથી તમારો દીકરો હાથમાં મળે તો મારી નાખીશું કહેતાં ફરીયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી.