દેશભરમાં વધી રહેલા ’વોટ ચોરી’ના વિવાદ વચ્ચે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના સૂર બુલંદ કરવામાં આવ્યા છે. કાલોલ ખાતે સ્થિત બાબા આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈને ’વોટ ચોરી’ અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજ્યા હતા.
આ પ્રોગ્રામમાં પંચમહાલ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રદ્યુમનસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ ખેર, કિરણભાઈ પરમાર સહિત તાલુકા અને જીલ્લાના અન્ય અગ્રણી કોંગ્રેસ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ દેશમાં થઈ રહેલી કથિત વોટ ચોરી સામે ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
“આખા દેશમાં જે વોટ ચોરી થઈ રહી છે, તેનાથી દેશનું લોકશાહી વાતાવરણ બગડી ગયું છે અને આ બાબત દેશ માટે કલંકપ છે. આવા વોટ ચોરી કરનારા ચોરો સામે આજે અમે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છીએ અને દેશમાંથી વોટ ચોરી સંપૂર્ણપણે દૂર થાય તેવી અમારી મુખ્ય માંગણી છે.
પ્રદ્યુમનસિંહ પરમાર (મહામંત્રી, પંચમહાલ જીલ્લા કોંગ્રેસ)
કોંગ્રેસ આગેવાનોએ ચીમકી આપી હતી કે જો લોકશાહીના મૂલ્યોનું જતન નહીં કરવામાં આવે અને વોટ ચોરી બંધ નહીં થાય તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ તેજ બનાવવામાં આવશે.