વડોદરામાં નશામાં ધૂત થઈને કાર હંકારી અકસ્માત સર્જનાર રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા

વડોદરામાં નશામાં ધૂત થઈને કાર હંકારી અકસ્માત સર્જનાર રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે ૯ મહિનાની જેલ બાદ કોર્ટ દ્વારા રાહત મળી છે, વડોદરામાં હોળીની રાત્રે નશામાં ધૂત ૮ લોકોને ઉડાડતા ૧નું મોત થયું હતું.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા રક્ષિત કાંડમાં આરોપી રક્ષિતને ગુજરાત હાઇકોર્ટમાંથી જમીન મળ્યા છે. હોળીના રોજ રાત્રે ગાંજોનો નશો કરી રક્ષિત ચૌરસિયાએ વડોદરાના આમ્રપાલી રોડ પાસે ૮ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ૭ને ઈજા થઈ હતી. આ કેસમાં ૯ મહિનાથી આરોપી રક્ષિત વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ૧૩ માર્ચ, ૨૦૨૫ની રાત્રે નશામાં ચૂર કારચાલકે ૮ લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ ૭ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.

રક્ષિત અકસ્માત કર્યા બાદ કારમાંથી નીચો ઊતર્યો હતો અને બૂમો પાડવા લાગ્યો હતો. આ ઉપરાંત તે ’નિક્તિા મેરી…’ એવી પણ બૂમો પાડતો હતો. ત્યારબાદ અને નિક્તિાને લઈને રહસ્ય સર્જાયું છે. આરોપીએ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા આરોપી રક્ષિતે રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં વડોદરા કોર્ટના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલ દ્વારા બંને વકીલની દલીલોને યાનમાં રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રક્ષિતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી છે.