બોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો: વધુ એક દિગ્ગજ એક્ટરનું થયું નિધન, શોલે સહિત ૫૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર શોકનું મોજુ ફરી વળ્યું છે. બિરબલના નામથી ફેમસ સતિંદર કુમાર ખોસલાનું નિધન થઈ ગયું છે. સતિંદર કુમાર ખોસલાનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. સતિંદર કુમારને કાર્ડિયાક અરેસ્ટ આવતા કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, મંગળવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં સતિંદર કુમાર ખોસલાને બિરબલ ખોસલાના નામથી ઓળખવામાં આવતા હતા. આ અભિનેતાએ ફિલ્મ શોલે અને મેરા નામ જોકર જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું અને 500થી વધુ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. દર્શકોને સતિંદર કુમાર ખોસલાનો કોમિક રોલ ખૂબ જ પસંદ આવતો હતો. CINTAAએ બિરબલના નિધન પર એક્સ હેન્ડલ પર શોક વ્યક્ત કરીને પોસ્ટ શેર કરી છે. 

સતિંદર કુમાર ખોસલાનો જન્મ 28 ઓક્ટોબર 1938ના રોજ થયો હતો અને વર્ષ 1966માં ફિલ્મ ‘દો બંધન’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. સતિંદર કુમાર ખોસલાને વી.શાંતારામની ફિલ્મ ‘બૂંદ જો બન ગઈ મોતી’તી પ્રસિદ્ધતા મળી હતી. બિરબલ ખોસલાએ હિંદી, પંજાબી, ભોજપુરી અને મરાઠી ભાષામાં 500તી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. 

સતિંદર કુમાર ખોસલાએ ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘તપસ્યા’, ‘ચાર્લી ચૈપલિન’, ‘અનુરોધ’, ‘સદમા’, ‘અમીર ગરીબ’, ‘ગૈમ્બલર’, ‘હમ હૈ રાહી પ્યાર કે’, ‘દિલ’, ‘મિસ્ટર એન્ડ મિસીઝ ખિલાડી’, અને ‘ફિર કભી’ જેવી અનેક આઈકોનિક ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે છેલ્લે વર્ષ 2022માં ફિલ્મ ’10 નહીં 40’માં કામ કર્યું હતું. 

સતિંદર કુમાર ખોસલાએ અમિતાભ બચ્ચન, જીતેન્દ્ર મુમતાજ, હેમા માલિની, મનોજ કુમાર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના સહિત અનેક એક્ટર્સ સાથે કામ કર્યું છે.