મનરેગાનો અંત ગામડાઓ માટે ગંભીર પરિણામો લાવશે,કોંગ્રેસનો સરકાર પર મોટો હુમલો

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમને હવે વિકસિત ભારત-ય્ ઇટ્ઠદ્બ ય્ કાયદા દ્વારા બદલવામાં આવ્યો છે. સંસદના શિયાળુ સત્રમાં પસાર થયેલા આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ૨૧ ડિસેમ્બરે મંજૂરી આપવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારની ગેરંટી આપતા આ કાયદામાં થયેલા ફેરફારો અંગે કોંગ્રેસ પાર્ટી સતત સરકાર પર હુમલો કરી રહી છે. તાજેતરના વિકાસમાં, કોંગ્રેસ સંસદીય પક્ષના અયક્ષ સોનિયા ગાંધીએ એક વિગતવાર લેખમાં મોદી સરકારની નીતિઓની ટીકા કરી હતી.

સોનિયા ગાંધીએ ચેતવણી આપી છે કે મનરેગા કાયદાને નાબૂદ કરવાથી દેશના ગ્રામીણ વિસ્તારોમાં ગંભીર પરિણામો આવશે. તેમણે સરકારને અનેક અન્ય મુદ્દાઓ પર તીખા સવાલો ઉઠાવ્યા છે, જેનાથી વડા પ્રધાન સહિત સમગ્ર સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. સોનિયા ગાંધીએ વીબી-જી રામજી કાયદાના કયા પાસાઓ પર ચર્ચા કરી?